More on this book
Community
Kindle Notes & Highlights
બનવાનું જોખમ લેશે છતાં તમારો ઉત્તમ આલોચક બનશે.
ભલે બીજા બધા તમારા પર વિશ્વાસ ન કરે, તમારે તો તમારામાં વિશ્વાસ રાખવો જ પડશે. ભલે બીજા બધા માને કે તમે નહીં કરી શકો, તમારે તો માનવું જ પડશે કે તમે કરી શક્શો, જો તમે ખુદને પ્રેમ કરી શક્શો, તો જ તમે તમારી જાત પર શ્રદ્ધા રાખી શકશો. તો, ભલે કોઈ તમને ન ચાહે, તમારે તો તમને ચાહવું જ પડશે. હકીકતે, તમે જયારે તમને ચાહવાનું શીખી જશો, તો વિશ્વ પણ તમને ચાહવાનું શરૂ કરશે. ટૂંકમાં, જગત તમારી સામે કેવી રીતે જુએ છે એનાથી તમને માત્ર થોડો જ ફર્ક પડશે, પણ તમે તમારી જાતને જે રીતે જુઓ છો એજ સૌથી મોટો ફર્ક પાડશે.
આપણે જે પણ કરીએ, તે ઉત્સવની જેમ કરવું જોઈએ. આપણે ‘મારે આ કરવું જ પડશે’ કે ‘મારે કરવું જોઈએ’ વૃત્તિને ‘મારે આ કરવું જ છે’ની વૃત્તિમાં પલટાવી જોઈએ. આપણું દરેક કાર્ય આપણું ગમતું બનાવીને તેને તૃપ્તિ અને આનંદથી છલકાવી દેવાય. જો કોઈ કાર્ય કરવાનું જ હોય તો તેને ઉત્સવની જેમ ઉજવીને માણવું જોઈએ.
વાતચીત ત્યારે જ તેનો હેતુ સિદ્ધ કરે છે જ્યારે તેનાં ચારે તત્વોની સંભાળ લેવાય. તે છે : તમે શું કહો છો, તમે કઈ રીતે કહો છો, તમે કયારે કહો છો, અને તમે ક્યાં અટકો છો. નિખાલસતાથી કહીએ તો, સારો સંવાદ સંબંધો જોડશે. અયોગ્ય સંવાદ સંબંધો તોડશે.
આપણે જો ઉપાય ન બની શકીએ, તો આશ્વાસન તો બનીએ જ. આપણે જો મદદ ન કરી શકીએ, તો આપણે નુકસાન તો ન જ કરીએ. આપણે જો સમસ્યા હલ ન કરી શકીએ, તો આપણે સમસ્યા ઊભી તો ન જ કરીએ. આપણે જો ગતિ વઘારી ન શકીએ, તો આપણે ગતિમાં અવરોધક તો ન જ બનીએ. તમે કોઈ દુ:ખી વ્યક્તિ માટે માથાંનો દુ:ખાવો બનવા બદલે પેઈન બામ બની શકો, તો જગત તમને શોઘતું આવશે. તમારી વાતો અને કાર્યો કરુણાસભર રાખીને દરેક વ્યક્તિને તેની મુશ્કેલીનો ઉપાય શોધવામાં મદદ કરો અને આ જગત તમારું થઈ જશે
જીવન કંઈ સાચા─ખોટા પર નથી ચાલતું. તે તો સમજણ પર ચાલે છે. કોઈ પણ પરિસ્થિતિમાં મુદ્દો એ નથી હોતો કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. ત્યારે જરૂર એક અનુભવી મનની હોય છે જે આ તફાવતોને જીવનના એક ભાગ તરીકે સ્વીકારી શકે અને પરિસ્થિતિનું સંચાલન કરે.