લેખક અને નાટ્યકાર હૈરોલ્ડ શેરમેનને એક અગત્યના રેડિયો કાર્યક્રમનું પુનર્લેખન કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એમને સ્થાયી લેખક તરીકેનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવશે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. થોડા મહિનાના કામ પછી એમને કામમાંથી છૂટા કરવામાં આવ્યા અને એમની સામગ્રીનો ઉપયોગ એમના નામોલ્લેખ વિના કરવામાં આવ્યો. એથી એમને આર્થિક