રિલૅક્સ થઈને ખુરસી ઉપર બેસો. તમારી જાતને ખુરસીના હવાલે કરી દો. તમારા પગના અંગૂઠાથી માંડીને માથાના ઉપરના ભાગ સુધીનાં અંગોને રિલૅક્સ થતાં અનુભવો. બોલતા રહો: “મારા અંગૂઠા રિલૅક્સ છે, મારી આંગળીઓ રિલૅક્સ છે, મારા મોઢાના સ્નાયુઓ રિલૅક્સ છે.” ૨. તમારા મગજમાં એક તળાવની કલ્પના કરો. વાવાઝોડાને કારણે તળાવમાં પાણી ઊછળે છે એવું કલ્પો. ધીરેધીરે ઊછળતું પાણી શાંત પડવા લાગ્યું છે અને તળાવની સપાટી સ્થિર-શાંત થવા લાગી છે એવું વિચારો. ૩. બે-ત્રણ મિનિટ સુધી તમે અગાઉ જોયેલાં સુંદર-શાંત દશ્યોને તમારા મગજમાં યાદ કરો. જેમકે તમે પહાડ પરથી જોયેલું સૂર્યાસ્તનું દૃશ્ય કે સવારના પહોરમાં તમે અનુભવેલી ઘુંધભરી ખીણની શાંતિ,
...more