મારો એક મિત્ર પ્રસિદ્ધ બિઝનેસમૅન છે. એ ઘણી મહત્ત્વની બાબતો સંભાળે છે. અનેક વિષયોમાં રસરુચિ ધરાવે છે. એ હંમેશાં સ્વાભાવિક જ દેખાય છે. એ દરેક કામ કુશળતાથી અને ત્વરિત પતાવે છે, પરંતુ એ ઉતાવળ કરતો નથી. પોતાના સમયને કે કામને સંભાળી શકતા ન હોય એવા લોકોના મોઢા પર જોવા મળે એવું ટેન્શન ક્યારેય એના મોઢા પર દેખાતું નથી. એક વાર મેં એની એવી સ્વાભાવિક શક્તિ પાછળના રહસ્ય વિશે પૂછ્યું. એ હસ્યો અને પછી જવાબ આપ્યો: “એમાં રહસ્ય જેવી કોઈ વાત જ નથી. હું તો ફક્ત મને ઈશ્વરના લય સાથે ગોઠવવાની કોશિશ કરું છું. બસ, એટલું જ. દરરોજ સવારે નાસ્તો કર્યા પછી હું અને મારી પત્ની થોડો સમય શાંતિથી બેસવા માટે લિવિંગ રૂમમાં જઈએ
...more