એ કાર્ડમાં લખ્યું છે: “સુખી થવાનો માર્ગ: તમારા હૃદયને ધિક્કારવૃત્તિથી મુક્ત રાખો, તમારા મગજને ચિંતાથી મુક્ત કરી દો. સાદાઈથી જીવો, ઓછાની અપેક્ષા રાખો, ઘણું આપો. તમારા જીવનને પ્રેમથી ભરી દો. ઉજ્જ્વળ પ્રકાશ વહેંચતા ચાલો. જાતને ભૂલી જાઓ, અન્ય લોકો વિશે વિચારો. બીજા લોકો સાથે એવો જ વ્યવહાર કરો, જેવો તમે તમારા માટે ઇચ્છો છો. આ પદ્ધતિનો એક અઠવાડિયું અમલ કરો, તમે આશ્ચર્ય પામી જશો.”