હવે આ કળામાં પારંગત કેવી રીતે થવાય? તમે તમારાં મુશ્કેલમાં મુશ્કેલ કાર્યને સહેલા કાર્યમાં બદલી શકો એ માટે અહીં દસ નિયમો આપવામાં આવ્યા છે. એનાથી તમને રિલૅક્સ રહેવામાં અને સરળ શક્તિને પ્રાપ્ત કરવામાં મદદ મળશે. ૧. તમારી જાતને ઍટલસ માનો નહીં. ઍટલસ એના ખભા ઉપર આખી દુનિયાનો ભાર ઉપાડે છે. વધારે પડતા તનાવમાં જીવો નહીં. તમારી જાતને વધારે પડતી ગંભીરતાથી ન લો. ૨. તમારા કામને ગમાડવા લાગો. એવું કરશો તો તમારા માટે કાર્ય મજૂરી નહીં, પરંતુ આનંદ બની જશે. કદાચ તમારે તમારો વ્યવસાય બદલવાની જરૂર નથી. તમારે તમારી જાતને બદલી નાખવાની છે, પછી તમારું કામ તમને ગમવા લાગશે. ૩. તમારા કામનું આયોજન કરો — તમારા આયોજન પ્રમાણે
...more