ગાયક રૉલૅન્ડ હૅયઝે એમના દાદાજીની વાત કરતાં મને કહ્યું હતું કે દાદાજી બહુ ભણેલા નહોતા, પરંતુ એમનામાં અનેરું જન્મજાત ડહાપણ હતું. દાદાજીએ કહ્યું હતું, “ઘણીબધી પ્રાર્થનાઓમાં ઊંડાણ હોતું નથી.” તમારી પ્રાર્થનાઓને તમારી શંકાઓ, તમારા ડર, તમારી મર્યાદાઓના ઊંડાણ સુધી લઈ જાઓ. તમારી મર્યાદાઓને ચૂસી શકે એવી ગહન અને મોટી પ્રાર્થનાઓ કરો, તમારામાં શક્તિશાળી અને ચેતનવંતી શ્રદ્ધાનો ઉદય થશે.