ચઢેલાં હતાં. એમણે એ માણસ તરફ શુભેચ્છા અને શ્રદ્ધાથી ભરેલી પ્રાર્થનાઓનો મારો ચલાવ્યો. એમણે એવી કલ્પના કરી કે એમની પ્રાર્થનાઓ એ માણસની ચારે બાજુ વીંટળાઈ વળી છે અને એના મગજમાં પ્રવેશી રહી છે. અચાનક એ માણસ પોતાના માથાની પાછળ હાથ ફેરવવા લાગ્યો. જ્યારે એ બસમાંથી ઊતર્યો ત્યારે એની તંગ ભ્રમરો અદૃશ્ય થઈ ગઈ હતી અને એના મોઢા પર મલકાટ દેખાતો હતો. ડૉ. લૉબાકને ખાતરી છે કે એમણે ઘણી વાર પ્રવાસીઓથી ભરેલી કાર કે બસના વાતાવરણને ‘ચારે બાજુ પ્રેમ અને પ્રાર્થનાઓ વીંઝીને’ બદલી નાખ્યું છે. પુલમેન ક્લબ કારમાં એક અર્ધપીધેલો માણસ ખૂબ જ અવિવેકી અને તોછડું વર્તન કરી રહ્યો હતો. એ એટલો બધો દંભી વાતો કરતો હતો કે એ બધાને ખૂબ
...more