એ પ્રકારની માનસિક સ્થિતિમાંથી બચવા માટે એણે એક યુક્તિ શોધી કાઢી છે. એ યુક્તિની મદદથી એનું માનસિક વલણ સદંતર બદલી ગયું છે અને એના બિઝનેસ પર પણ સકારાત્મક અસર થઈ છે. એણે એની ઑફિસના ટેબલ ઉપર એક મોટું વાયરનું બાસ્કેટ મૂક્યું. બાસ્કેટ પર એક કાર્ડ ચોંટાડી તેમાં લખ્યું: “ઈશ્વરની સહાયથી બધું જ શક્ય છે.” જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થતી અને પેલો પરાજયનો જૂનો રોગ એ સમસ્યાને વિરાટ બનાવવા લાગતો ત્યારે એ તે સમસ્યાને લગતા કાગળો પેલી બાસ્કેટમાં ફેંકી દેતો હતો. એ બાસ્કેટ પર લખ્યું હતું ‘ઈશ્વરની સહાયથી બધું જ શક્ય છે.’ ત્યાર પછી એ કાગળને એક-બે દિવસ સુધી બાસ્કેટમાં જ રહેવા દેતો હતો. એણે મને જણાવ્યું, “નવાઈની વાત તો એ
...more