આ પ્રકરણ દારૂની લત વિશેનો નિબંધ નથી, તેમ છતાં એ સમસ્યાને લગતો બીજો પણ સંદર્ભ હું તમને આપીશ. હું આ અનુભવો એટલા માટે લખું છું કે જો ઈશ્વરની શક્તિ કોઈ વ્યક્તિને દારૂની લતમાંથી છોડાવી શકે તો એ દરેક વ્યક્તિને કોઈ પણ પ્રકારના પરાજયમાંથી છુટકારો આપી શકે તેમ છે એ વાત પર ભાર મૂકવા માગું છું. દારૂના વ્યસનમાંથી છુટકારો મેળવવા માટે પડતી તકલીફથી મોટી બીજી કોઈ તકલીફ નથી. હું ખાતરી આપુ છું કે જો ઈશ્વરની શક્તિ દારૂના વ્યસન જેવી મુશ્કેલીમાંથી બચાવવામાં સફળ નીવડી શકે તો તમારી કોઈ પણ મુશ્કેલીમાંથી તમને બચાવી શકશે.