‘શાંતિ’ (tranquillity) એક એવો જ શબ્દ છે. એને વારંવાર ધીમેધીમે બોલો. એ શબ્દને બોલવાથી જ તમને શાંતિનો અનુભવ થશે. ઇલાજ કરે એવો બીજો શબ્દ છે — ‘આરામ’ (serenity). એ શબ્દ બોલતી વખતે મનમાં આરામની છબિ ઊભી કરો અને એને વારંવાર બોલો. ‘આરામ’ શબ્દ જે સ્થિતિનો પ્રતીક છે એવા જ મૂડમાં આવી જાઓ. જ્યારે આપણે આ પદ્ધતિથી શબ્દોનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એમાં આપણો ઇલાજ કરવાની શક્તિ આવી જાય છે.