આત્મવિશ્વાસની ખામી દૂર કરવા માટેની વિચારણામાં ઈશ્વર પર સાચી શ્રદ્ધા સૌથી વધારે કામ લાગે છે. ઈશ્વર સાથે જ તમારી સાથે છે અને તમને મદદ કરી રહ્યો છે એ વિચારને દૃઢતાથી સેવો. ધર્મના પાયાની વાત છે — સર્વશક્તિમાન ઈશ્વર તમારો સાથીદાર છે, એ તમારી સાથે જ રહેશે, તમને મદદ કરશે અને સફળતા અપાવશે. આત્મવિશ્વાસ વધારવા માટે આ મૂળભૂત વિશ્વાસથી મહત્ત્વપૂર્ણ બીજો કોઈ વિશ્વાસ નથી, પણ એનો અમલ કરવો જરૂરી છે. આ માન્યતાને દૃઢ કરવા માટે ‘ઈશ્વર મારી સાથે છે, ઈશ્વર મને મદદ કરી રહ્યો છે, ઈશ્વર મને માર્ગ બતાવી રહ્યો છે’ એ એક જ વાતનું વારંવાર પુનરૃચ્ચારણ કરતા રહેવું જોઈએ. દરરોજ થોડી મિનિટો ઈશ્વરના સાક્ષાત્કા૨ની કલ્પનામાં
...more