જો તમે માનસિક રૂપે તમારી સારી બાજુઓ પર ધ્યાન આપશો, એને તમારી સંપત્તિ માનીને એની યાદી બનાવશો, એના પર તમારા વિચારોને કેન્દ્રિત કરશો અને એને જ મહત્ત્વ આપશો તો તમે કોઈ પણ પ્રકારની તકલીફને પાર કરી શકશો. એનાથી તમારી આંતરિક તાકાત બહાર પ્રગટવા લાગશે અને ઈશ્વરની મદદથી તમે તમારા પરાજયની ખાઈમાંથી વિજયના શિખર સુધી પહોંચી શકશો.