સ્વ. ન્યૂટ રૉકને અમેરિકાના મહાન ફૂટબૉલ કોચમાંના એક હતા. એમણે કહ્યું હતું કે જ ખેલાડી એની લાગણીઓને જ્યાં સુધી આધ્યાત્મિક નિયંત્રણમાં રાખે નહીં ત્યાં સુધી એનામાં પૂરતી ઊર્જા પેદા થશે નહીં. એમણે ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ પોતાની ટીમમાં એવા કોઈ ખેલાડીને લેશે નહીં, જેના મનમાં સાથી ખેલાડી માટે સાચો મૈત્રીભાવ નહીં હોય. એમણે કહ્યું હતું: “મારે દરેક ખેલાડીમાંથી વધારે ને વધારે ઊર્જા બહાર લાવવી છે — અને મેં જોયું છે કે જ્યાં સુધી એ બીજા માણસને ધિક્કારતો હશે ત્યાં સુધી એ શક્ય બનવાનું નથી. ધિક્કારની વૃત્તિ શક્તિનો માર્ગ રોકે છે.