મગજ વિચારો અને પ્રાર્થના વડે શક્તિ મોકલાવી શકે છે. માનવશરીરની ચુંબકીય શક્તિને પ્રત્યક્ષપણે તપાસવામાં આવી છે. આપણા શરીરમાં નાનાં-નાનાં હજારો ‘પ્રેષક’ કેન્દ્રો આવેલાં હોય છે. જ્યારે આ કેન્દ્રોને પ્રાર્થના દ્વારા જાગ્રત કરવામાં આવે છે ત્યારે વ્યક્તિમાં અને વ્યક્તિઓની વચ્ચે પ્રચૂર શક્તિ પ્રવાહિત કરી શકાય છે. પ્રાર્થના વડે આપણે શક્તિને મોકલાવી શકીએ છીએ, પ્રાર્થના ‘મોકલનાર’ અને ‘સ્વીકારનાર’ એમ બંને પ્રકારના કેન્દ્રનું કામ કરે છે.