નથી જ કહ્યું.” પછી મેં એને ગયા મંગળવારે મને એના વિશે કેવી આભાસ થયો હતો અને મેં એના માટે અર્ધો કલાક પ્રાર્થના કરી હતી એ વિશે વાત કરી. એ આશ્ચર્યમાં ડૂબી ગયો. એણે કહ્યું, “હું હોટલમાં હતો અને બારની સામે ઊભો રહી ગયો હતો. મારા મનમાં જબરદસ્ત સંધર્ષ ચાલી રહ્યો હતો. હું તમારા વિશે વિચારવા લાગ્યો હતો કારણ કે એ વખતે મને સખત મદદની જરૂર હતી, છેવટે હું પ્રાર્થના કરવા લાગ્યો.” એની પ્રાર્થના મારા સુધી પહોંચી હતી અને મેં પણ પ્રાર્થના કરવી શરૂ કરી હતી. અમે બંને પ્રાર્થનામાં જોડાયા એથી સર્કિટ પૂરી થઈ અને પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચી