આવતા ચોવીસ કલાક દરેક બાબતો માટે જાણી જોઈને સારું બોલો. તમારી નોકરી, તમારી તબિયત, તમારા ભવિષ્ય — બધી જ બાબતો માટે સારું જ બોલો. તમારી મરજી વિરુદ્ધ જઈને પણ દરેક બાબતો માટે આશાસ્પદ વાતો કરો. આ અઘરું છે, કારણ કે કદાચ નિરાશાજનક વાતો કરવાની તમને ટેવ પડી ગઈ છે. આ નકારાત્મક આદતને તમારે અંકુશમાં રાખવી જ પડશે, ભલે એ માટે તમારે તમારી ઇચ્છાશક્તિનો ઉપયોગ કરવો પડે.