લાંબા સમય સુધી પ્રાર્થના કરો. તમારી પ્રાર્થનામાં હંમેશાં આભારની લાગણી પ્રગટ કરો. એમ માનો કે ઈશ્વર તમને મહાન અને અદ્ભુત બાબતો આપી રહ્યા છે, કારણ કે જો તમે વિચારશો કે ઈશ્વર એવું કરી રહ્યા છે તો એ અવશ્ય એવું જ કરશે. ઈશ્વર તમને તમારી આસ્થાથી મોટો આશીર્વાદ આપશે નહીં. એ તમને મહાન વસ્તુ આપવા માગે છે, પરંતુ એ તમને એટલું જ આપી શકશે, જેટલું મેળવવાની તમારામાં શ્રદ્ધા છે.