Gaurang

56%
Flag icon
‘હે પ્રભુ, તમે મને આ દિવસ આપ્યો. મેં આ દિવસ માગ્યો નહોતો, પણ મને એ મળ્યો તેથી આનંદ થયો. હું આખા દિવસમાં જે સારામાં સારું કરી શકું તેમ હતો એ મેં કર્યું અને તમે પણ એમાં મને સહાય કરી. એથી હું તમારો આભાર માનું છું. મેં થોડી ભૂલો પણ કરી. મેં એ વખતે તમારી સલાહ માની નહીં એ વાતનો મને અફસોસ છે. મને માફ કરજો. પરંતુ મારા ખાતામાં કેટલીક સફળતાઓ છે અને કેટલીક જીત પણ છે. એ માટે તમે મને આપેલા માર્ગદર્શન માટે હું તમારો આભાર માનું છું. હે પ્રભુ, સફળતા કે ભૂલો, જીત કે હાર — આજનો દિવસ પૂરો થઈ ગયો છે અને મેં મારું કામ કરી લીધું છે. હવે હું આ દિવસને તમારી પાસે પાછો મોકલાવી રહ્યો છું.
Power Of Positive Thinking (Gujarati)
Rate this book
Clear rating