“મૌનની સાધના કરનાર મારાં પરિચિતોમાંથી કોઈ પણ પુરુષ કે સ્ત્રીને મેં બીમાર પડતાં જોયાં નથી. મેં જોયું છે કે મેં જ્યારે જ્યારે વાણી અને મૌન વચ્ચેનું સામંજસ્ય જાળવ્યું નથી ત્યારે જ મારા માટે માનસિક કષ્ટનો સમય આવ્યો છે.” સ્ટાર ડૅલીના મતે મૌનમાં આધ્યાત્મિક ઉપચાર કરવાની શક્તિ રહેલી છે. સંપૂર્ણ મૌનના અભ્યાસથી જે આરામ મળે છે તેનાથી કેટલાય માનસિક રોગોનો ઇલાજ થઈ જાય છે.