હું એક વ્યક્તિને મદદ કરવાનું કામ કરી રહ્યો હતો. એ દારૂડિયો હતો અને લગભગ છ મહિનાથી ‘ડ્રાય’ (તરસ્યો) હતો — એટલે કે એણે દારૂ પીધો નહોતો. એક વાર એ બિઝનેસ ટૂર પર બહારગામ ગયો હતો. એક મગળવારના બપોરે ચાર વાગ્યે મને પ્રબળ ભાસ થયો કે એ મુશ્કેલીમાં છે. કોણ જાણે કેમ, મને એ માણસ વારંવાર યાદ આવવા લાગ્યો. કોઈ શક્તિ મને એના તરફ ખેંચી રહી હતી. એથી મેં મારું બધું કામ બંધ કરી નાખ્યું અને એના માટે પ્રાર્થના કરવા લાગ્યો. લગભગ અર્ધો કલાક પ્રાર્થના કરી. પછી એના વિશે થયેલો ભાસ ઓસરી ગયો. મેં પ્રાર્થના કરવાનું બંધ કર્યું. થોડા દિવસો પછી એનો ફોન આવ્યો. એણે મને જણાવ્યું, “હું ગયું આખું અઠવાડિયું બોસ્ટનમાં હતો. હું તમને
...more