આવતી કાલે આ પ્રમાણે કરી જુઓ: જાગ્યા પછી આ વાક્ય ત્રણ વાર મોટેથી બોલો — “આજનો દિવસ પ્રભુએ બનાવ્યો છે, અમે ખુશ રહીંશું અને આનંદ લુંટશું.” (ભજન-૧૧૮:૨૪) આ વાક્યને અંગત બનાવો અને બોલો: “હું આનંદમાં રહીશ અને મજા કરીશ.” આ વાક્યને મોટા-સ્પષ્ટ અવાજમાં, સકારાત્મક ટૉન સાથે અને ભારપૂર્વક ફરીફરીને બોલતા રહો. અલબત્ત, આ વાક્ય બાઇબલમાં છે, પણ તેમાં દુ:ખને ભગાડવાની તાકાત રહેલી છે. જો તમે એ વાક્યને સવારના નાસ્તા પહેલાં ત્રણ વાર બોલશો અને એના અર્થ પર ધ્યાન ધરશો તો માનસિક રીતે પ્રસન્નચિત્ત બનીને દિવસની શરૂઆત કરવાથી તમે તમારો આખો દિવસ સુધારી શકશો.