એક આધારભૂત વ્યક્તિએ મને જણાવ્યું છે કે અમેરિકામાં વસતા એક કરોડ વીસ લાખ લોકો દરરોજ ઊંઘની ગોળી લે છે. એનો અર્થ એ કે આજે દર બારમો અમેરિકન માણસ ઊંઘની ગોળી લઈને સૂએ છે. આંકડાઓ જણાવે છે તેમ છેલ્લાં થોડાં વર્ષોમાં ઊંઘની ગોળીઓ લેનાર લોકોની સંખ્યા ૧૦૦૦ ગણી વધી ગઈ છે. દવા બનાવતી એક મોટી કંપનીના વાઈસ પ્રૅસિડન્ટના કહેવા પ્રમાણે આખા વર્ષમાં સાત અબજ ઊંઘની ગોળીઓ વેચાય છે. એનો અર્થ થયો — દર રાતે લગભગ અર્ધા ગ્રેઈનની ૧ કરોડ ૯૦ લાખ ગોળીઓ.