એક પ્રસિદ્ધ રાજનેતાએ એક દિવસમાં સાત ભાષણ આપ્યાં, ત્યાર પછી પણ એ બિલકુલ થાક્યા નહોતા. મેં એમને પૂછ્યું: “સાત-સાત ભાષણો આપ્યા પછી પણ તમે થાક્યા નથી, એનું કારણ શું?” એમણે કહ્યું: “કારણ કે હું મારા ભાષણમાં જે કાંઈ કહું છું તેમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું. હું મારી માન્યતાઓ વિશે ઉત્સાહી હોઉં છું.”