એમાં સૌથી પ્રભાવક રીતોમાંથી એક મને ફ્રૅંક લૉબાકના ઉત્તમ પુસ્તક “પ્રેયર, ધ માઈટિએસ્ટ પાવર ઈન ધ વર્લ્ડ”માંથી મળી છે. હું એ પુસ્તકને પ્રાર્થના વિશેનાં સૌથી શ્રેષ્ઠ વ્યાવહારિક પુસ્તકોમાંનું એક ગણું છું, કારણ કે એમાં વ્યવહારજગતમાં અસરકારક બને એવી પ્રાર્થનાની પદ્ધતિઓનું આલેખન કરવામાં આવ્યું છે. ડૉ. લૉબાક માને છે કે પ્રાર્થનાથી વાસ્તવિક શક્તિ ઉત્પન્ન થાય છે. એમની પ્રાર્થના કરવાની એક રીત જોઈએ. તેઓ રસ્તા પર ચાલતા હોય છે ત્યારે આસપાસના લોકો ઉપર પ્રાર્થના ‘શૂટ’ કરે (ઝડપી ગતિથી ફેંકે છે.). તેઓ આ પ્રકારની પ્રાર્થના માટે ‘ફ્લેસ પ્રેયર’ (વીજળીના ચમકારા જેવી પ્રાર્થના) શબ્દ વાપરે છે. તેઓ રસ્તા પર પસાર થઈ
...more