તો ઇચ્છિત વસ્તુને સફળતાપૂર્વક પ્રાપ્ત કરવા માટેની સાદી ફૉર્મ્યુલા એ છે કે તમે જે ચીજ ઇચ્છતા હો એને બરાબર સમજો, તમે જે ઇચ્છો છો એ તમારા માટે યોગ્ય છે કે નહીં એ તપાસી જાઓ, ત્યાર પછી તમે ઇચ્છેલું તમને સ્વાભાવિક રીતે મળે એવી સ્થિતિ ઊભી કરવા માટે તમારી જાતને બદલો — અને હંમેશાં શ્રદ્ધા રાખો. તમારી શ્રદ્ધાની સર્જનાત્મક તાકાત વડે તમે તમારી ઇચ્છા પૂરી કરે એવા સંજોગો ઊભા કરી શકો છો.