“જે રીતે તમે કોઈ વ્યક્તિની નૈતિકતાને બદલો છો એ જ રીતે, હું ઇચ્છું છું કે, તમે મારાં જ્ઞાનતંતુઓને બદલી દો. તમે જે રીતે શરીરનાં પાપોને ધોવા માટે શક્તિ આપો છો એ રીતે મારાં માનસિક પાપોને ધોવાની શક્તિ મને આપો. મારા ક્રોધને કાબૂમાં લાવો. તમારામાં રહેલી ઉપચારક શક્તિને મારાં જ્ઞાનતંતુઓ અને મારા આત્મામાં પ્રવેશવા દો.” જો તમે ગુસ્સાથી બેકાબૂ હો તો આ પ્રાર્થના દરરોજ ત્રણ- ચાર વાર બોલો. આ પ્રાર્થનાને એક કાર્ડ પર લખીને તમારા ટેબલ ઉપર કે રસોડાની સિન્ક ઉપર રાખો અથવા તમારા પાકીટમાં મૂકો.