Aalas Ne Kaho Alvida (Gujarati)
Rate it:
Read between June 26 - July 29, 2020
28%
Flag icon
સફળ લોકો હંમેશાં ટૂંકા ગાળાના લાભો જતા કરે છે, કેમ કે તેમને લાંબા ગાળે સારાં પરિણામો મળવાનાં છે તેનો અંદાજ હોય છે.
28%
Flag icon
તેની સામે નિષ્ફળ લોકો અત્યારે શું ફાયદો થઈ રહ્યો છે તે જ વિચારે છે.
29%
Flag icon
‘નિષ્ફળ લોકો ભય અને કામના બોજથી છટકવા માટે, માનસિક તણાવમાંથી મુક્ત થાય તેવી પ્રવૃત્તિમાં રાચવા લાગે છે. સફળ લોકો મંજિલ સુધી પહોંચવા માટે જરૂરી હોય તેવી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.’
29%
Flag icon
તમને જે કામમાં સફળતાની શક્યતા વધારે દેખાતી હોય તેને પ્રાયોરિટી આપો
30%
Flag icon
ટાઈમ તો પોતાની ગતિએ આગળ વધતો જ રહેવાનો છે. સવાલ એ છે કે તમે તેનો કેટલો સદુપયોગ કરવાના છો.
30%
Flag icon
‘બધેબધી ઇચ્છાઓ પાર પાડી દેવા માટે ક્યારેય પૂરતો ટાઈમ હોતો નથી, પરંતુ અગત્યનાં થોડાં કામો માટે હંમેશાં પૂરતો ટાઈમ ઉપલબ્ધ હોય છે.’
32%
Flag icon
ડેડલાઇન કરતાં કામને વહેલું પૂરું કરી દેવા હોડ લગાવો.
32%
Flag icon
‘મારી સૌથી મૂલ્યવાન પ્રવૃત્તિ કઈ છે?’
32%
Flag icon
‘એવું કયું કામ છે જે ફક્ત હું જ કરું તો જ થાય તેમ છે અને તેનાથી ખરેખર પરિણામમાં ફરક પડી જાય તેમ છે?’
33%
Flag icon
‘અબઘડી મારા ટાઈમનો સૌથી સદુપયોગ હું શેમાં કરી શકું છું?’
34%
Flag icon
દિવસના કલાકો દરમિયાન તમે કેવાં કેવાં કામો કરવાના છો અને તેમાંથી કયું કામ આ કલાક માટે સૌથી અગત્યનું છે તે નક્કી કરતા રહો. તે પછી સૌથી અગત્યના કામ માટે ટાઈમ ફાળવો. તો બોલો, આ કલાકે તમારા માટે સૌથી અગત્યનું કામ ક્યું છે?
34%
Flag icon
રોજ કોઈ એક મોટું કામ પૂરું કરવા માટે ટાઈમ કાઢો.
34%
Flag icon
જે કામ સૌથી અઘરું હોય તેને જ સૌથી પહેલાં હાથમાં લો!
35%
Flag icon
તમે કેવા પ્રકારનાં કામ મુલતવી રાખો છો તેના આધારે તમે ધાર્યું પરિણામ લાવનારા સફળ માણસ છો કે કામ અધૂરાં છોડી દેનારા નિષ્ફળ માણસ છો તે નક્કી થઈ જાય છે.
35%
Flag icon
બિન મહત્ત્વનાં કામ હું નહીં કરું.
35%
Flag icon
તમારા જીવનમાં અને કારકિર્દીમાં
35%
Flag icon
જેનાથી બહુ ફાયદો થવાનો ન હોય તેવાં કામને પડતાં મૂકો અથવા તો બી...
This highlight has been truncated due to consecutive passage length restrictions.
35%
Flag icon
ઓછા મહત્ત્વની પ્રવૃત્તિઓ જેટલી ઓછી કરશો એટલું તમારા જીવન અને ટાઈમ પર તમે વધુ નિયંત્રણ રાખી શકશો.
35%
Flag icon
બહુ પ્રેમથી ‘ના’ કહો, પણ સ્પષ્ટપણે ‘ના’ કહો
35%
Flag icon
યાદ રાખો, તમારી પાસે બિનજરૂરી કામ માટેનો ટાઈમ છે જ નહીં!
36%
Flag icon
તમારી પ્રવૃત્તિઓનું સતત ઍનાલિસિસ કરતા રહો અને નક્કી કરતા રહો કે કઈ પ્રવૃત્તિ કેટલી અગત્યની છે. કઈ વધારે મૂલ્યવાન છે અને કઈ ઓછી મૂલ્યવાન છે. વિચારીને નક્કી કરો કે કયાં કામ મુલતવી રાખશો તો ખાસ નુકસાન નહીં થાય.
37%
Flag icon
તમારી કઈ પ્રવૃત્તિ સૌથી વધુ ટાઈમ ખાઈ જાય છે તે શોધી કાઢતાં શીખો.
37%
Flag icon
કમ સે કમ કોઈ એ ક એવી પ્રવૃત્તિ પસં દ કરો જે તમારે અત્યારે તાત્કાલિક છોડી દે વી જોઈએ.
38%
Flag icon
કામ શરૂ કરતાં પહેલાં આયોજનપૂર્વક પ્રાયોરિટી ગોઠવવા વિશે જેટલો વધારે ઊંડો વિચાર કરશો એટલી વધારે સફળતા મળશે.
38%
Flag icon
‘એ’ સામે નોંધાયેલું કામ સૌથી અગત્યનું છે.
41%
Flag icon
અમુક ચોક્કસ ફરજ બજાવવા નોકરી પર રાખવામાં આવ્યા છે. તમે આ ફરજ કેટલી અને કેવી રીતે બજાવો છો તેના આધારે તમને મહેનતાણું મળવાનું છે.
42%
Flag icon
પ્લાનિંગ (આયોજન), ઓર્ગેનાઈઝિંગ (સંકલન), સ્ટાફિંગ (ભરતી), ડેલિગેટિંગ (કામની વહેંચણી), સુપરવાઈઝિંગ (દેખરેખ), મેઝરિંગ (પરિણામોની ચકાસણી) અને રિપોર્ટિંગ (વિગતો અને માહિતીનું એકત્રીકરણ).
42%
Flag icon
તમે જે પણ કામગીરી કરતા હોવ તેને પાર પાડવા માટે તમારામાં જરૂરી આવડત હોવી જોઈએ. કામગીરી સુપેરે પાર પાડવા માટે જરૂરી જ્ઞાન, આવડત, વિશેષતામાં પણ ટાઈમ પ્રમાણે ફેરફાર આવતો હોય છે.
43%
Flag icon
પોતાના ક્ષેત્રમાં સફળતા માટે સૌ પ્રથમ તો તેમાં પરિણામલક્ષી કામગીરી કઈ છે તેની સ્પષ્ટતા કરી લેવી પડે.
« Prev 1 2 Next »