જે દિશામાં પવન ફૂંકાય તે તરફ ગતિ કરતાં પાનખરનાં પાંદડાંની જેમ જીવનને વહેવા દેવું એ તો બહુ સહેલું છે, પણ જો તમે એક મહાન જીવનનું નિર્માણ કરવા માગતા હો તો વિશેષ લગન સાથે ઉદ્દેશ્યપૂર્ણ અને વિવેકપૂર્વક જીવન જીવવું જોઇએ અર્થાત્ અન્યની શરતો અને અપેક્ષા પ્રમાણે નહિ, પણ તમારી પોતાની શરતો પ્રમાણેનું જીવન.

