Who Will Cry When You Die? (Gujarati)
Rate it:
Read between August 24, 2018 - February 10, 2019
70%
Flag icon
જીવન પાસેથી કંઈક વધારે મેળવવાની અપેક્ષા હોય તો તમારે પણ જીવનમાં કંઈક વિશેષ બનવાની જરૂર છે.
72%
Flag icon
એમર્સનનું અવતરણ પણ બહુ સુંદર છેઃ “જનમતના પગલે ચાલવું એ બહુ સહેલું છે. એકાંતમાં પોતાની મરજી અનુસાર ચાલવું એ પણ આસાન છે; પરંતુ મહાન વ્યક્તિ એ છે જે ટોળાંમાં માણસોની વચ્ચે રહીને પણ મીઠાશપૂર્વક એકાંતની સ્વતંત્રતાને જાળવી રાખે છે.” આ એક અપૂર્વ સિદ્ઘિ છે.
72%
Flag icon
લક્ષ્યો અને લક્ષ્યપ્રાપ્તિ માટે સમયની સ્પષ્ટ લક્ષ્મણરેખાની નોંધ હોય છે
72%
Flag icon
“મનુષ્યની મહાનતા અને ગરિમા મુદ્દાસર જીવન જીવવામાં રહેલી છે.” મોન્ટેઈગ્નએ કેટલું સંક્ષિપ્તમાં પણ સચોટ રીતે જીવનના જ્ઞાનને વ્યક્ત કર્યું છે!
73%
Flag icon
ઉમદા પ્રસંગો અને સારાં કાર્યોનાં સંભારણાં જીવનને અર્થપૂર્ણ બનાવે છે. આ જ્ઞાન જો મનુષ્યને થાય તો તે માલમિલકત ભેગી કરવા કરતાં ઉમદા કાર્યો કરી તેની સુખદ સ્મૃતિની સુવાસ પોતાની પાછળ છોડી જવાનું જ પસંદ કરે!
74%
Flag icon
ડેલ કાર્નેગીએ લખ્યું છે, “માનવસ્વભાવની એક સૌથી મોટી કરુણા હું જાણું છું તે એ છે કે મનુષ્ય સ્વપ્ન અને ચમત્કારની પાછળ દોડવાની ઘેલછામાં ખરું જીવન જીવવાનું જ છોડી દે છે.”
74%
Flag icon
એક સામાન્ય નિયમ છે કે જે વસ્તુ પર મન સતત કેન્દ્રિત રહે તે વસ્તુ ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરે છે.
75%
Flag icon
એરિકા જોંગે કહ્યું છેઃ “તમારી જિંદગી તમારા પોતાના હાથમાં લો અને પછી જુઓ કે શું થાય છે? એક ભયંકર વસ્તુઃ ક્યારેય કોઈને દોષ દેવાનું જ નહિ રહે”
75%
Flag icon
જેમ મોતીને પરોવીને ગળાનો સુંદર હાર બનાવીએ છીએ તેમ સારી રીતે વિતાવેલા સુંદર દિવસોને પરોવીને એક મહાન જીવનરૂપી હાર બને છે.
75%
Flag icon
આજથી દરરોજ થોડી થોડી જવાબદારી વધારતો જઈશ અને એ જવાબદારી નિભાવવા માટે કટિબદ્ઘ રહીશ.
75%
Flag icon
લોકો એવું વિચારતા હોય છે કે જીવનને બદલતાં તો મહિનાઓ અને વર્ષો લાગે છે, પણ હું તમને આદરપૂર્વક જણાવું છું કે તમારી આ વાત સાથે હું બિલકુલ સહમત નથી. જે ક્ષણે તમે હૃદયના ઊંડાણમાંથી સંકલ્પ કરશો કે હું વધારે સારો અને સમર્પિત માનવી બનીશ તે જ ક્ષણે તમારું જીવન બદલાઈ જશે. હા, એ સંકલ્પને દૃઢપણે વળગી રહેવા માટે મહિનાઓ અને વર્ષો સુધી પ્રયત્નો જરૂર કરવા પડે છે.
76%
Flag icon
જેટલી તેમની પાસેથી મેળવવાની તમે અપેક્ષા રાખો તેટલી તેમને આપવાની તમારામાં ક્ષમતા અને તૈયારી હોવા જોઈએ.
76%
Flag icon
જે દિશામાં પવન ફૂંકાય તે તરફ ગતિ કરતાં પાનખરનાં પાંદડાંની જેમ જીવનને વહેવા દેવું એ તો બહુ સહેલું છે, પણ જો તમે એક મહાન જીવનનું નિર્માણ કરવા માગતા હો તો વિશેષ લગન સાથે ઉદ્દેશ્યપૂર્ણ અને વિવેકપૂર્વક જીવન જીવવું જોઇએ અર્થાત્ અન્યની શરતો અને અપેક્ષા પ્રમાણે નહિ, પણ તમારી પોતાની શરતો પ્રમાણેનું જીવન.
78%
Flag icon
ગમે તેવી કપરી પરિસ્થિતિનું પુનર્મૂલ્યાંકન કરી પોતાની પૂરેપૂરી તાકાત વાપરી એ પરિસ્થિતિની વધારે સારી રીતે પુનર્રચના કરી શકવાની મનુષ્યમાં ક્ષમતા રહેલી છે.
78%
Flag icon
પરિસ્થિતિને યથાવત્ સ્વીકારી લેવાની જવાબદારી અને હિંમત દાખવીએ તો જ આપણને ખ્યાલ આવે કે પ્રગતિના માર્ગમાં નડતાં વિઘ્નોને અંગત લાભમાં પલટાવી નાખવાની ક્ષમતા આપણામાં છે.
80%
Flag icon
વિનમ્રતા રાખવી એટલે અન્ય પ્રત્યે આદર અને જીવનમાં હજી ઘણુંબધું શીખવાનું બાકી છે એ વાતનું સતત અનુસંધાન.
80%
Flag icon
ફ્રાંસિસ બેકને કહ્યું છે, “કેટલાંક પુસ્તકોનો કેવળ આસ્વાદ જ લેવાનો હોય છે; બીજાં કેટલાંક પુસ્તકો પર કેવળ આંખ કે નજર જ ફેરવવાની હોય છે, જ્યારે કેટલાંક પુસ્તકો વાંચીને પચાવવાનાં હોય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે કેટલાંક પુસ્તકોના થોડા અંશ જ વાંચવાના હોય છે. કેટલાંક પુસ્તકો પૂરેપૂરાં વાંચવાનાં હોય છે, પણ જિજ્ઞાસાથી નહિ; જ્યારે કેટલાંક પુસ્તકો છેક સુધી પૂરેપૂરા ખંત અને ધ્યાનથી વાંચવાનાં હોય છે.
81%
Flag icon
જો એકની એક ભૂલ તમે વારંવાર દોહરાવતા ન હો અને ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી બોધપાઠ લેવાની તમારામાં સારી સૂઝ-સમજ હોય તો સમજી રાખજો કે તમે સાચા માર્ગે છો.
82%
Flag icon
કેવળ ખપ પૂરતું જ બોલીને માનસિક શક્તિ જાળવી રાખવી એનું નામ શિસ્ત છે
82%
Flag icon
માપસર અને મુદ્દાસર સંભાષણ એ સ્પષ્ટ વિચાર અને ગૂઢ મનની નિશાની છે
83%
Flag icon
ખરૂં મનોરંજન એ છે જે તમારા આંતરિક અગ્નિને પ્રજ્વલિત કરે અને તમારી અંદર રહેલા સર્વોત્તમ અને ઉચ્ચતમ તત્ત્વ સાથે અનુસંધાન કરાવે.
83%
Flag icon
આત્માને શાતા આપે એવી પ્રવૃત્તિ એ જ અસરદાર મનોરંજન કહેવાય.
84%
Flag icon
જીવનમાં આશા અને લગનના સ્વસ્થ સ્તરને ટકાવી રાખવું હોય તો તમારે સતત વધુ ને વધુ ઊંચા લક્ષ્ય નિર્ધાર કરવાં જોઈએ.
90%
Flag icon
રેઈનહોલ્ડ નિબહ્રની શાંતિ પ્રાર્થના કરું છું: “હે પ્રભુ! મારા પર કૃપા કરો કે જે વસ્તુ કે પરિસ્થિતિ ક્યારેય બદલી શકાય એવી ન હોય તેને હું શાંતિથી સ્વીકારી લઉં. મને હિંમત આપો કે જે પરિસ્થિતિ કે વસ્તુને બદલવી જોઇએ તેને હું બદલી શકું અને મને વિવેકબુદ્ઘિ આપો કે આ બે વસ્તુ કે પરિસ્થિતિ વચ્ચેના તફાવતને હું સમજી શકું.’’
93%
Flag icon
મન અને આત્માના જતન માટે થોડો સમય કાઢવાથી યુવાની, ઉત્સાહ, મનનું સંતુલન, અને શરીરમાં સ્ફુર્તિં જળવાઇ રહે છે.