"રિસોર્ટમાં ડીજે પાર્ટી ચાલતી લાગે છે." -દરિયા કિનારેથી પાછા ફરતાં, દુરથી સંભળાતા શોર-બકોરને સાંભળીને સમીરે સંજયને કહ્યું. "ઓ યસ, ચલ હરી અપ...! મસ્ત ટાઈમ-પાસ થશે." -સંજયે ઉત્સાહ બતાવતા જવાબ આપ્યો, અને બંને દોસ્તોએ ઝડપ વધારી. આ બંને યુવાનો તેમનાં ઓફીસ-સ્ટાફ સાથે સી-બીચ પરના એક રિસોર્ટમાં પીકનીક મનાવવા આજે સવારે જ અહીં, અલીબાગ આવ્યા હતા.