સમય શું છે તે જો સમજાઈ જાય તો ઘડિયાળ સહન કરવાનું મુશ્કેલ બની જાય. ચંદ્ર પર જઈ આવ્યા પછી એના પર કાવ્ય લખવાનું મુશ્કેલ છે. લોકપ્રિયતાના ગળચટ્ટા ભ્રમને કારણે ધણાખરા નેતાઓ, લેખકો અને અભિનેતાઓ જીવતા રહી શકે છે. મૃગજળ રણની શોભામાં વધારો કરે છે. મેધધનુષ્ય આકાશની શોભામાં વધારો કરે છે. મૃગજળ એટલે રણનો ભ્રમ અને મેધધનુષ્ય એ આકાશનો રંગીન ભ્રમ ગણાય। પડધો તે પર્વતનો ભ્રમ. પડછાયો એ સૂરજનો ભ્રમ. માણસ હોવાનો ભ્રમ મને વહાલો છે.