આ 'નાથદ્રારાના શ્રીનાથજી'માં પ્રજાને અખૂટ શ્રદ્રા છે. હિમાંશુ શાહે શ્રીનાથજી અંગેની માહિતીનું સંકલન કરી શબ્દદેહ આપ્યો છે. એમાં કોઈ વિદ્ર્તાનો દાવો નથી. એમાં એમની નમ્રતા તો પ્રગટ થાય જ છે. ને સાથે સાથે એમના ભક્તિભાવનો પણ પરિચય થાય છે. ચીવટ અને ઝીણવટપૂર્વક એમણે માહિતીનો માત્ર એકઠી નથી કરી,પણ એ માહિતીની રજૂઆતમાં એક પ્રકારની વ્યવસ્થાનો પરિચય થાય છે. શ્રીનાથજી સાથે સંકળાયેલા ઉત્સવો, પુષ્ટિમાર્ગનો પરિચય, કૃષ્ણકથા - આ બધા વિશે એમણે સામાન્ય માણસને સમજાય એવી સરળ ભાષામાં આલેખન કર્યું છે.