વાંચન તથા લેખન માટેના પ્રખ્યાત ઓનલાઈન પ્લેટફોર્મ પ્રતિલિપિ પર વર્ષ ૨૦૨૨માં સૌથી અલગ જ અને ખૂબ જ સરસ એવી "વાર્ષિક ડાયરી સ્પર્ધા" આવેલી. એ સ્પર્ધામાં મનપસંદ વિવિધ વિષયો પર ડાયરી લખવાની હતી. ટૂંકી વાર્તાઓ તથા લાંબી નવલકથાઓ લખવાની સાથે-સાથે કશુંક અલગ જ લખવાના પડકાર તરીકે અને ખાસ તો લેખનક્ષેત્રે નવું-નવું શીખવાના અભિગમથી મેં એ સ્પર્ધામાં ભાગ લઈને અવનવા અનેક વિષયો પર ડાયરીઓ લખી અને વાચકોનાં પ્રેમ, આશીર્વાદ તથા પ્રોત્સાહનને પરિણામે એ સ્પર્ધાનાટોપ-૧૦ વિજેતામાં હું સ્થાન પણ પામ્યો! એ તમામ રચનાઓનો સંગ્રહ એટલે જ "અંતરમનના પડઘા..."
જાણે અંગત ડાયરી સાથે જ અગત્યનો વાર્તાલાપ ચાલતો હોય એવી સાવ અનોખી જ તથા એકદમ રસપ્રદ લેખનશૈલીમાં લખાયેđ