More on this book
Community
Kindle Notes & Highlights
Read between
April 10 - April 10, 2023
તમે ચાની લારી ચલાવતા હો કે મલ્ટિનેશનલ કંપની... સફળતાની ચાવી એક જ છે - સર્વિસ. હરહંમેશ !
જે કાંઈ કરો , તે સારી રીતે જ કરો. પોતાને સંતોષ થાય તેવું કરો તથા નિષ્ઠાથી કરો. એક
બિઝનેસ એટલે ‘કૉમન-સેન્સ’ ! સામાન્ય બુદ્ધિ (જે સામાન્ય રીતે જોવા મળતી નથી.) આજકાલના યુવાનોને સો ટકા ખાતરીપૂર્વક કહું છું કે નિષ્ઠા, સારી સર્વિસ આપવાની તૈયારી અને શ્રેષ્ઠતાની બાંહેધરી આપશો તો તમારો ધંધો ચોક્કસપણે સફળ થશે.
માર્કેટિંગ એટલે શું ? કૉમન - સેન્સ ! સામાન્ય બુદ્ધિ
બજારમાં ન મળતું હોય તથા લોકોમાં માંગ હોય તેવી જ ચીજનું ઉત્પાદન કરો. ભૂખ શેની છે તે પહેલાં શોધી કાઢો.
ઉદ્યોગનું સાહસ કરવાથી જીવનમાં એકવિધતા કે કંટાળાને સ્થાન નથી રહેતું. રોજ નવા પડકારો ! હું તો મારી જાતને નવથી પાંચની નોકરીમાં કલ્પી જ નથી શકતો ! ખરેખર એ દષ્ટિએ હું નસીબદાર છું, અને હા, ‘નસીબદાર’ બનવા માટે મેં કાળી મજૂરી કરી છે. તમે ય કરજો.
“બડી સોચ, કડી મેહનત, પક્કા ઈરાદા...” આટલા ગુણ હોય તો પ્રગતિના પંથમાં કોઈ અડચણ નડતી નથી.
એક બાત તો યે હૈ કિ, હાર્ડ વર્ક, ડેડિકેશન, ક્વૉલિટી... આ બધાંનો તો કોઈ પર્યાય જ નથી.
"The purpose of life is to be happy.”

