‘બધા જાણે છે કે તેઓ મરવાના છે, પણ એમ કોઈ માનતું નથી. પણ જો આપણે તે માનીશું તો ઘણી વસ્તુઓ જૂદી જ રીતે કરીશું.’ તો મોત વિશે આપણે જાતને થોડા છેતરતા રહીએ છીએ, મેં કહ્યું. ‘હા, પણ એક વધુ સારો રસ્તો છે. તમે મરવાના છો તે જાણવું અને તે માટે ગમે ત્યારે તૈયાર રહેવું. એ વધુ સારું છે. તેમ કરવાથી તમે જીવો છો તેના કરતાં પણ જીવન સાથે વધુ સારી રીતે સમ્મિલિત થઈ શકો.’

