“કેટલાય લોકો અર્થહીન જીવન જીવતા હોય છે. તેઓ એમ માનતા હોય કે તેઓ કશું મહત્ત્વનું કામ કરે છે ત્યારે પણ તેઓ અર્ધનિદ્રામાં જ રહેતા હોય છે. કારણ કે તેઓ ખોટી ચીજોની પાછળ પડેલા હોય છે. તમે પોતાના જીવનનો અર્થ ત્યારે જ જાણી શકો જ્યારે તમે જીવન બીજાને પ્રેમ કરવામાં,તમારી આસપાસના સમાજને સમર્પિત થવામાં અને એવું કશું સર્જવામાં ખર્ચો જેનાથી તમને કોઈ જીવનનો હેતુ અને અર્થ પ્રાપ્ત થાય.”

