More on this book
Community
Kindle Notes & Highlights
“કેટલાય લોકો અર્થહીન જીવન જીવતા હોય છે. તેઓ એમ માનતા હોય કે તેઓ કશું મહત્ત્વનું કામ કરે છે ત્યારે પણ તેઓ અર્ધનિદ્રામાં જ રહેતા હોય છે. કારણ કે તેઓ ખોટી ચીજોની પાછળ પડેલા હોય છે. તમે પોતાના જીવનનો અર્થ ત્યારે જ જાણી શકો જ્યારે તમે જીવન બીજાને પ્રેમ કરવામાં,તમારી આસપાસના સમાજને સમર્પિત થવામાં અને એવું કશું સર્જવામાં ખર્ચો જેનાથી તમને કોઈ જીવનનો હેતુ અને અર્થ પ્રાપ્ત થાય.”
‘બધા જાણે છે કે તેઓ મરવાના છે, પણ એમ કોઈ માનતું નથી. પણ જો આપણે તે માનીશું તો ઘણી વસ્તુઓ જૂદી જ રીતે કરીશું.’ તો મોત વિશે આપણે જાતને થોડા છેતરતા રહીએ છીએ, મેં કહ્યું. ‘હા, પણ એક વધુ સારો રસ્તો છે. તમે મરવાના છો તે જાણવું અને તે માટે ગમે ત્યારે તૈયાર રહેવું. એ વધુ સારું છે. તેમ કરવાથી તમે જીવો છો તેના કરતાં પણ જીવન સાથે વધુ સારી રીતે સમ્મિલિત થઈ શકો.’
‘તમે એક વાર જાણી લો કે કેવી રીતે મરવું, તો તમે કેવી રીતે જીવવું તે શીખી જાવ.’
‘કારણ એ કે આપણે મોટે ભાગે એ રીતે જીવીએ છીએ જાણે સ્વપ્નમાં ચાલતા ન હોઈએ! આપણે દુનિયાને પૂર્ણ રીતે અનુભવી નથી શકતા, કેમકે આપણે અડધા ઊંઘમાં જ હોઈએ છીએ, અને એ કામો યંત્રવત્ વિચારીને કરીએ છીએ જે આપણે કરવાનાં છે.

