"“મુશ્કેલી અને પ્રતિકૂળતા એ સદગુણો અને સફળતાનો પાયો છે” - એક જાપાનીઝ કહેવત. આ કહેવતને હકીકતમાં યથાર્થ કરતી ઘટના મારા જીવનમાં જે ઘટી તે આપ સૌ સુજ્ઞ વાચકો સમક્ષ મૂકવા માટેનો મારો આ સન્નિષ્ઠ પ્રયાસ છે. તે માટે હું હર્ષની લાગણી અનુભવું છું. હું સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો, ત્યારે જેલમાં જુદી જુદી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસકેન્દ્રો દ્વારા ચાલતા જુદાં જુદાં અભ્યાસક્રમોમાં, જેલના તદ્દન પ્રતિકૂળ, અણગમતા અને નિષ્ક્રિય વાતાવરણમાં હું ૫૦ વર્ષની ઉમરે અભ્યાસ કરી રહ્યો હતો અને એક પછી એક ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ અભ્યાસક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યો હતો ત્યારે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે હું એક વિશ્વ રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છું અને મેં અભ્યાસમાં જેલમાં વિશ્વ રેકોર્ડ તોડ્યો. મારો જેલનો અનુભવ જે બીજા બંદીવાનોથી ઘણો જ અલગ પડે છે. વળી મેં જેલમાં અભ્યાસમાં વિશ્વ રેકોર્ડ તોડ્યો. એ ઘટનાએ પણ મને આ પુસ્તક લખવાની પ્રેરણા આપી અને મારા આ અનુભવને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની મારી અગમ્ય ઇચ્છાને હું રોકી શક્યો નહીં. અંતે આ પ્રેરણાદાયી પુસ્તકનો જન્મ થયો. જેલમાં હાંસલ કરેલી મારી આ સિદ્ધિ વિશેનું પુસ્તક લખવાનો વિચાર અને પ્રેરણા, હું જેલમુક્ત થયો પછી ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી (જી.એન.એલ.યુ.), ગાંધીનગર ખાતે એક વર્કશોપમાં ભાગ લેવા ગયો હતો, ત્યાં એક દક્ષિણ ભારતના રાજ્યની જેલના વડા અને ગુજરાતની જેલોના તે સમયના વડા શ્રી પી. સી. ઠાકુરસાહેબે મને આપી. તેમણે કહ્યું કે, મારે મારી જેલમાં મેળવેલ શૈક્ષણિક સિદ્ધિઓ વિશે એક પુસ્તક લખવું જોઈએ, જેથી જેલના બંદીવાનો, વિદ્યાર્થીઓ અને જીવનમાં સફળતા અને સિદ્ધિ મેળવવા ઉત્સુક વ્યક્તિઓને પ્રેરણા મળે. આ વાતને આઠ વર્ષ વીતી ગયાં કારણ કે મારી પૂર્ણ સમયની નોકરી ચાલુ હોવાથી અને હું વધુને વધુ અભ્યાસક્રમો પૂરઝડપે પૂર્ણ કરવામાં વ્યસ્ત હતો. અત્યારે હું નિવૃત્ત છું અને સંજોગોવસાત વિશ્વવ્યાપી કોરોનાનું લૉકડાઉન ચાલુ હોય મને શાંતિથી આ પુસ્તક લખવાનો મોકો મળી ગયો. હવે આ શુભેચ્છોકોની સલાહ મુજબ પુસ્તક લખવાનો મેં નિર્ણય કરી પ્રારંભ કર્યો. જેલમુક્ત થયા પછીના આઠ વર્ષમાં મેં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં નોકરી કરતાં કરતાં મારા અભ્યાસનો સિલસિલો નિરંતર ચાલુ રાખીને બીજી વધારાની ૨૩ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી જે મારી જેલની સિદ્ધિની યાદીમાં ઉમેરતા આ આંકડો ૫૪ સુધી પહોંચ્યો છે. બીજું, મારા સંપર્કમાં આવેલી અને મારી અભ્યાસની સિદ્ધિની હકીકતથી વાકેફ થયેલ અસંખ્ય વ્યક્તિઓ જીવનમાં ફરીથી અભ્યાસમાં જોડાયા અને જેઓનો અભ્યાસ ચાલુ હતો તેઓ તેઓના ચાલુ અભ્યાસની સાથે બીજા અભ્યાસક્રમમાં જોડાયા. વ્યક્તિઓની આટલી બધી ઉત્સુકતા અને ઉમંગ જોઈ મને પણ આ મારી સિદ્ધિની જાણ વધારેમાં વધારે લોકોને થાય તે માટે આ પુસ્તક લખવાનું અનિવાર્ય લાગ્યું. આ પુસ્તક લખવાનું અને તમારી સમક્ષ મૂકવાનો મુખ્ય હેતુ એ છે કે, આ પુસ્તક દ્વારા વાચકોને પ્રેરણા, નવું જોમ અને જુસ્સો મળે અને જીવનમાં ગમે તેવા કપરા, સંકટભર્યા, પ્રતિકૂળ સંજોગોમાં અને સમયમાં પણ પોતાના ધ્યેય કે લક્ષ્યને સિદ્ધ કરવા પ્રોત્સાહન મળે. તે માટે દીવાદાંડી બનવાની ઇચ્છા જ આ પુસ્તકની ફળશ્રુતિ છે. -ભાનુ પટેલ
“મુશ્કેલીઓ ઘણીવાર સામાન્ય માણસને અસામાન્ય પ્રાપ્તિ માટે તૈયાર કરે છે.” - સી. એસ. લ્યુઇસ"
Bhanubhai Patel, a Resident of Ahmedabad (Gujarat) who is a medical doctor and ex-convict. He has served Gujarat Government established Dr. Babasaheb Ambedkar Open University as a consultant. He has done an intensive study in and out of Prison and has set a world record of 54 degrees, diploma, and certificate which has been recorded in Limca Book of Records, Asia Book of Records, Unique Word Record, India Book of Records, and Universal Record Forum. This memoir is an unforgettable stepping stone to his rare, inspiring prison experiences and academic achievement journey.
Time is considered the most valuable and precious thing with a person but the contradiction is that time has no value in monetary sense. Only the wise can understand how significant time is and make utilize it in the best possible manner as per their discretion. Some people lead their lives in a manner which has true sense of time utilization which makes them and their life an example for everyone to look at and try to imbibe at least some values that the people have followed. A living example of such a person is Bhanubhai Patel and his manner of living his life in “Behind Bars and Beyond”. The title of the book is clearly suggestive of how the author is going to write about the life as it was behind and beyond the bars. But whether the book is fictional or non-fictional, the readers can hardly make a guess. But that is the beauty of the book. The subtitle, “An Inspiring And Astonishing Success Story Of A Doctor Revealing His Prison Experience And Secret Of Setting A World Record During His Imprisonment” reveals a little more for the readers but they are already prompted and ready to become a part of this voyage which may become a life changing experience for them. Patel takes up narrating the story of his life in first person and keeps informing the readers whenever there are change of events or the situations he encounters in his journey of life. He begins it right from his childhood where he first started attaining his education and how he had to struggle to educate himself but one ray of hope, his hard work and his dedication were the difference makers in his life. This is where the readers get the first lesson of always doing hard work and not worrying about the result initially. As bright as the author is as a student, luck continues to favor him at different stages in life. The readers also get a glimpse of how far life has changed from the earlier days when there were hardly any facilities. The narrator also succeeds in giving the readers an idea of the prison environment. As he narrates the circumstances that landed him behind the bars, the readers subconsciously question human nature and whether humans are trustworthy at all or not. But the narrator displays his optimistic side and begins narrating how he made the best utilization of his valuable time behind the bars and how that utilization made a difference in his life. From here itself, the book gives a strong and positive vibe and captures the attention of the readers effortlessly. Patel’s life has a lot to teach to the readers. He seems to come out from the canvas of the book and reach out to the readers at a more personal and closer level. Courage, resilience, working hard, never giving up, having faith in self and capabilities of oneself are some of the things that can be counted in broad terms. The readers are likely to find many more positive aspects which can influence them and bring a change in their lives too. In the light of this, categorizing “Behind Bars and Beyond” in the category of motivational content would obviously not mean doing complete justice to the genre of the book, but it can be counted in that category too. Any book that can teach something to a reader or make a difference in their lives in a constructive manner will only be beneficial to readers. The length of the book is also kept according to an average reader but the manner in which Patel narrates his tale automatically creates interest in the minds of the readers and they begin to read the book without regarding the length. They are gripped by the story instantly and keep reading through without having track of time. Many times the author addresses the readers directly which helps in heightening their interest and adds to the charm of the book. The language of the book becomes a cherry on the top, as the author keeps the language as per the understanding of maximum readers. This ensures that the book remains open to be read by readers of all kinds and all categories. Recommending this book to any particular readers of only one genre would not mean doing justice to the substance of the book. Since it is about the life of a person and the constructive life he has led, this book should be recommended to all readers whether old or young. Elder readers should read the book to understand or get an idea of how to utilize their time in a better manner while young readers should give this book a reading as it will not only inspire but also give life goals to get better at achieving their dreams without having second thoughts.