Jump to ratings and reviews
Rate this book

The Raambai

Rate this book
જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ્ટ પર ભૂતકાળમાં બની ગયું છે.

રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઉભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે.

...પણ એ વાંચક...આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો.

એય રામબાઈ...તું તો કોસ્મિક ફેરીટેલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઉગ્યા કરે છે. તું પડે છે. ફરી-ફરી પડે છે અને પછી ઉગતા સુરજની જેમ ઉઠે છે, અને ચાલતી થાય છે આ મહાન – ભવ્ય રસ્તા ઉપર. જીવન નામના રસ્તા પર. તારું આવું જીવવું જોઇને મારું મોઢું ફાટ્યું રહે છે. આત્મો મૂંગા-મૂંગા બરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થયા કરે છે.

આ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે પણ તારા જેવા માણસને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાંય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ.
-પ્રકાશક

350 pages, Paperback

First published June 10, 2020

Loading interface...
Loading interface...

About the author

Jitesh Donga

4 books79 followers
હું વાર્તા છું.

વિશ્વમાનવ, નોર્થપોલ અને ધ રામબાઈ નવલકથાઓનો વાર્તાકાર છું.

મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ગમે છે. સવારે ભાખરી અને સાથે માખણ પણ ગમે. હું પુસ્તકોનો અઠંગ વાંચક. પુસ્તકોની સુગંધનો નશાખોર. એકલો રખડનાર વ્યક્તિ, છતાં ફેમિલીમેન. માવડીયો. સાયન્સ ફિક્શન અને સ્પેસ સાયન્સનો ખુબ જ મોટો ચાહક. મને એસ્ટ્રોનોમી, ફ્યુચર ફિક્શન, ફેન્ટસી ફિક્શન વગેરે વિષયો પણ અતિશય પ્રિય. માનવજીવનની ફિલોસોફીમાં પણ ખુબ રસ. મારું સપનું છે કે એકવાર શબ્દો થકી એવું ફેન્ટસી વર્લ્ડ બનાવવું છે કે જેમાં હું જ્યારે-જ્યારે જાઉં પાછું ન આવવાનું મન થાય! સવારનો કૂમળો તડકો અને રાત્રીનું ઘાટું આકાશ મને ખુબ ગમે. Instrumental મ્યુઝીક અને વર્લ્ડ-સિનેમા પણ અતિશય વ્હાલાં.

મને સપનાઓ જોવા અને કહેવા ખુબ ગમે. મારું એક સપનું છે કે હું ક્યારેક મંગળ ગ્રહ પર જઈશ! લગભગ વર્ષ 2035-2040ની આસપાસ. બીજું સપનું એ કે મારે મારા જીવન દરમિયાન સાત-આઠ નવલકથાઓ લખવી જે ખરેખર વાંચવાલાયક હોય! ક્યારેક કોઈ ફિલ્મમાં નાનકડી એક્ટિંગ પણ કરવી છે. ફિલ્મ લખવી છે. એકવાર આખી દુનિયા એકલાં રખડવા જવી છે, અને જ્યાં જાઉં ત્યાની વાર્તાઓ શોધીને બધાને કહેવી છે.

બસ…ઊંડું-મજાનું-મીઠું-ગમતું જીવતાં-જીવતાં અન્ય માનવીઓ માટે પણ હું જીવી જાણું તો ઘણું!

***

મારા સંપર્ક માટે:

મેઈલ : jiteshdonga91@gmail.com

બ્લોગ : https://jkdonga.wordpress.com

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
83 (86%)
4 stars
8 (8%)
3 stars
3 (3%)
2 stars
1 (1%)
1 star
1 (1%)
Displaying 1 - 30 of 56 reviews
1 review1 follower
June 25, 2020
ધ રામબાઈ...

વિશ્વમાનવ, નોર્થપોલ અને ધ રામબાઈ...

ભાઈ આના પર કોઈ મૂવી બનાવો.......આવી સ્ક્રીપટ ગોતવા ગયે નહિ મળે.

રામબાઈ એ લોકો અને પરિવાર સાથે જેમ બને એમ વધુ પ્રેમથી રહેતાં શીખવ્યું..જીવતા શીખવ્યું..દરેક કામમાં ઉત્સાહી અને સકારાત્મક રહેતા શીખવ્યું..ઘણું ઘણું શિખવે છે રામબાઈ........લેખક જેવું શબ્દોમાં લખતા ના આવડે..ઇન શોર્ટ વાંચ્યા પછી બહુજ સારી ફીલિંગસ અને પોઝિટિવ એનર્જી આવી ગઈ જશે ફોર સ્યોર....

જિંદગીમાં એકવાર રામબાઈની સફર (યાત્રા) કરવી.....બસ એટલું જ...
Profile Image for Rohit Solanki.
1 review4 followers
June 25, 2020
ધ રામબાઈ...

Its not a book.... its journey....

યાત્રા છે....એક માનવની....વિશ્વમાનવ ની...

એક બેઠક માં પૂરી કરી....બધું કામ છોડી ને પૂરી કરી....અને વાર્તા ના અંતે હું ગંગા નાહયો😇😇😇...

મારા મતે આ વાર્તા દરેક ની છે, દરેક ની આસપાસ ની છે....jitesh donga એ બસ એ વાર્તા ને ધ રામબાઈ ના સ્વરૂપ માં આકાર આપ્યો છે...

એટલું હું નિશ્ચયપણે કહીશ કે આ બુક વાંચીને વાંચક ઓછામાં ઓછા એક વાર પોતાના જીવન ના પાછલા બારણે ડોકિયું કરશે જ...

હું હસ્યો...હું રડ્યો...હું ખોવાયો..હું શરમાયો... હું ગુસ્સે થયો...હું ચકિત થયો...પણ હું થાક્યો નહીં.....


વાર્તા ને reveal ના કરતા એટલું જ કહીશ કે એક વાર આ સફર પર જઇ આવો...રામબાઈ ની સફર પર... કૃતાર્થ થઈ જશો....Thank you Jitesh Donga for such a great journey....
Waiting for next.....
1 review1 follower
Read
June 25, 2020
આપણી તકલીફો / સ્ટ્રગલ નાની લાગવા માંડશે.. એક ટીનેજર છોકરીના ડેઇલી રૂટિન સામે.

.. અને પછી આવી પડેલી તમામ ફરજો નિભાવ્યા પછી ય "સ્વ" ના વિકાસની, કૈક જાણવા માટેના પ્રામાણિક પ્રયત્નોની ગાથા..
એટલે રામબાઈ. "ધ રામબાઈ"

(એક જ બેઠકમાં આખુય પુસ્તક વાંચ્યું હોય એવું ઘણા વર્ષે બન્યું. -આ આનંદ લટકામાં)

June 17, 2020
ધ રામબાઈ... કેવી છે આ નવલકથા... ???

Jitesh Donga ની ત્રીજી નવલકથા... વિશ્વમાનવ, નોર્થ પોલ અને હવે ધ રામબાઈ.

ધ રામબાઈ... અચૂક ખરીદીને વાંચવા જેવું પુસ્તક છે...

"આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ ખરેખર જીવાયેલી સત્ય હકિકત છે. વાંચ્યા બાદ બે ઘડી તો માનવામાં ન આવે કે રામબાઈ કોઈ ફિકશન કેરેકટર નથી, પણ સત્ય પાત્ર છે.

રામબાઈ... એક સાધારણ, સામાન્ય સ્ત્રીની અનન્ય, અલૌકિક લાગે એવી અસાધારણ ગાથા.

લેખકે કાગળ પર ખાલી શબ્દો નથી ઉતાર્યા, પણ કંઈક એવું છે જે આ પુસ્તકને અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. એ તમે વાંચશો એટલે સમજાશે.

ધ રામબાઈ એ કોઈ વન સીટીંગ રીડીંગ બુક નથી કે હાથમાં લીધીને ખતમ. આ તો ઘૂંટડે ઘૂંટડે રસપાન કરવું ગમે તેવું પરિપક્વ પુસ્તક છે.

નવલકથામાં છે શું...? Don't worry not spoiler ahead... વાર્તા વિશે ફોડ પાડીને હું તમારો રૂચિભંગ કરવાં નથી માંગતો. પણ એટલું ચોક્કસપણે જણાવીશ કે આમાં જે છે એ તમારાં હૃદયને ડાયરેકટ સ્પર્શ કરશે...

નવલકથામાં લવસ્ટોરી છે, સાહસ અને બહાદુરીની વાત છે, સંબંધોને જિવવાની વાત છે, સપનાં અને નિરાશાની વાત છે, હિંમત અને મક્કમતાની પણ વાત છે...

એ ઉપરાંત Philosophy, Spirituality અને Psychology ની વાતો ખૂબ જ સરળતાથી અને ગહનતાથી વાર્તામાં વણી લેવામાં આવી છે. મારા મતે એ વાર્તાની હાઈલાઈટ છે. વાર્તામાં કાલ્પનિક લાગે એવું સત્ય છે, તો વાસ્તવિક લાગે એવી કલ્પનાઓ પણ છે...

વાર્તામાં એવાં કોઈ ટિપિકલ ટ્વિસ્ટ એન્ડ ટર્ન નથી... છતાં તમને નવલકથા છેક સુધી જકડી રાખશે. રામબાઈ તમારાં માનસપટ પર છવાઈ જશે.

વાર્તા વિશે, ઘટનાઓ વિશે લખવાનું ઘણું મન થાય છે પણ એ બધું તમે વાંચીને અનુભવશો તો વધારે મજા આવશે.

1 review
June 20, 2020
'ધ રામબાઈ' આજે પૂર્ણ કરી. પૂર્ણ કરી ના..... રામબાઈ જીવવાની ચાલુ કરી.
રામબાઈ અને વીરજી ના અંત સુધી ની વાત મેં અને મારી પત્ની એ સાથે બેસીને વાંચી. પણ તેનાથી આગળ સાથે બેસીને વાંચવાની હિમ્મત ના થઇ. કારણ... કારણ કે કદાચ એ પ્રસંગ તો સાથે જીરવી લીધો પણ એવો કોઈ બીજો પ્રસંગ સાથે જીરવવાની હિંમત અમારા બંને માંથી કોઈની પાસે નહિ હોય.
તે પછીની વાત અમે બંને એ વારાફરથી ઘરની ક્રિયાઓ પતાવતા પતાવતા વાંચી. ત્રણ દિવસ અને ત્રણ અડધી રાત.
મારા ઘરમાં એક નાનકડું ફૂલ. મારો ૭ વર્ષનો દીકરો. તેને કદાચ જે આ ત્રણ દિવસ માં અમારા બંને માં જોયું હશે તેને સમજી નહિ શકતો હોય. ખુબ સપના જોવા વાળો તે આ કોરોના કાળ માં ૩ મહિના થી બહાર નહોતો ગયો. તેને મેં અડધી બુક થતા જ બહાર જવાની છૂટ આપી. કેમ? થયું કે આ જિંદગી નો એમ પણ ભરોસો નથી કે શું થશે? અમારા બંને ના આંસુ તે ના જોઈ શકે તે માટે જ તેને થોડો દૂર કરવાની હિમ્મત કરી.
ધન્યવાદ દોસ્ત તારી આ રામબાઈ ના દર્શન કરવા બદલ. તે જે રૂમી અને ગોપાલ સાથે આપ્યું હતું તેને આજે વધુ મજબૂત બનાવી દીધું.
વધારે લખીશ તો તારી રામબાઈ ને યોગ્ય ન્યાય નહિ આપી શકું હું.. હા પણ તે કહ્યું ને કે તારે કંઈક ફેન્ટસી સ્ટોરી લખવી છે તો તને એટલું જરૂર કહીશ મારા દીકરા ને તારો દોસ્ત બનાવી જો તને ફેન્ટેસી ના એક એક આઈડિયા મળશે. હજી તો કાલે જ તેણે થેનોસ ને બ્લેક હોલ ની અંદર લઇ જઈને માર્યો અને બીજો બ્લેક હોલ જોડીને તેની બહાર આવી ગયો.
સલામ છે તને, તારી ધ રામબાઈ ને જેણે મને પણ મારા દીકરાની જેમ સપના જોતા શીખવી દીધું.
Profile Image for Book'd Hitu.
387 reviews26 followers
August 19, 2021
This book is the best thing happened to me in my literary life. I was never sure or have thought that this read will leave me speechless and numb and I will be unable to pull the book away that I kept glued to my heart with teary eyes.

I would call this a milestone novel in Gujarati literature. I felt it close to my life as it is set just a village away from mine. The Kathiyawadi language which is proudly mine and I cherished and lived each and every chapter of this book.

Raambai is a character that will continue stay inside you months after you finish the book. What an amazing story building and prose from a very young budding author. Hat's off and salute to his vision and extraordinary work.

I am eagerly waiting for the StoryTel version of this book, as confirmed by Author, it will be available next month.

A must have and Must read for each and every Gujarati literature lover.
Profile Image for Nizil.
1 review
June 17, 2020
A simple biography of a rural lady which touches your heart and make you wonder about your own place in the universe.
Profile Image for Mansi Rathod.
123 reviews4 followers
November 12, 2022
12/11/22
સાચે જ ખબર નથી પડતી કે આ પુસ્તક વિશે શું કહેવું
I really don't have word to express my feelings for this book!!
1 review
June 17, 2020
રામબાઈ અદભુત નવલકથા.
મે બુકો ઘણી વાંચી એ બધી બુક માથી ટોપ ટેન મા મુકી શકાય
ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિક સાથે વાંચવની મજા જાણે બધુ તમારી નજર સમક્ષ જીવંત થય રહ્યુ હોય ઇવુ લાગશે.
આ પુસ્તક બીજી ભાષા મા અનુવાદ થાય , બધા ને વાંચવા મળે એવી ઈચછા
June 24, 2020
The Raambai is an amazing true story. Highly recommended. So glad to see such a quality Gujarati content. Respect!
8 reviews1 follower
November 25, 2020
શું કહેવું ખબર નથી પડી રહી , અત્યારે હું હજારો તારાઓથી ભરેલા ખુલ્લા આકાશ નીચે મારા ઘરે ધાબા પર સૂતો છું. અને રામબાઈ વિશે વિચારું છું તો સમજાય બહુ ઓછું પણ ઘણું બધું અનુભવાય રહ્યું છે , કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારથી મને પણ આ રામબાઈ જેવા પશ્નો થતાં , પણ હવે એ લાગણીઓને વાચા મળી ગઈ રામબાઈ તારા વડે , તારા પેલા જિતુ ના કારણે.

સાચે જ આજે રામબાઈ વાંચી લીધા ને પાંચ દિવસ થયા પછી આ લખી રહ્યો છું , પણ આજે પણ અને અત્યારે રાતે ૧૦ :૫૭ વાગ્યે પણ રામબાઈ શું છે , તેના નામની આગળ ધ શા માટે લાગે છે એ સંપૂર્ણ અનુભવી શકું છું કારણ કે હું તો પહેલા થી જ રામબાઈ ની જેમ વિચારતા શીખ્યો છું , અને જીવી રહ્યો છું , પણ હા એ પણ હકીકત છે કે મારી જિંદગીમાં રામબાઈ જેવા કોઈ મોટા પ્રોબ્લેમ નથી આવ્યા , પણ ઘણા આજના જમાનાના. વિચિત્ર પ્રોબ્લેમ આવ્યા છે જેણે મને રામબાઈ ની જેમ જીવતા શીખવ્યું છે અને મારા એક ટીચર , અને મારી મમ્મી , ફેમિલી, ફ્રેન્ડ પણ મને ઘણું શીખવી રહ્યા છે , મને રામબાઈ દ્વારા એક નવું વિશ્વ , નવી દુનિયા અને વિશાળ બ્રહ્માંડ મળ્યું હોય એવું લાગે છે.

આનાથી વિશેષ શું કહેવું ધ રામબાઈ વિશે , મારા શબ્દો નાના પડે છે તેના માટે , એ આ બ્ર��્માંડનું અદ્ભુત અને અદ્ધિતિય સર્જન છે , કારણ કે રામબાઈ જીવી રહી છે મારી અંદર , તમારી અંદર અને આ બ્રહ્માંડના કણેકણમાં.

બસ તેને અનુભવવા માટે અંદર્યથી પામવું પડે , હું અત્યારે પણ રામબાઈ ને મારી આસપાસ ક્યાંય ને ક્યાંય અનુભવી શકું છું કારણ કે હું એને અંદર્યથી પામી રહ્યો છું.

...બસ જીવજે.
July 24, 2020
થોડાક દિવસો પહેલા રાત્રે સૂતી વખતે ફેસબુક પર શૈલેષ સગપરિયા સાહેબ ની પોસ્ટ વાંચી એમાં 'ધ રામબાઈ' અંગે અભિપ્રાય વાંચ્યા ત્યારે જ ઓનલાઇન પુસ્તક બુક કરાવ્યુ રામબાઈ વાંચવાની તાલાવેલી જાગી હતી કોણ હશે? રામબાઈ ક્યાં ના હતા? એવું તે સુ હશે કે એમના વિશે આટલું બધું લખાયું? બે દિવસ માં જ પુસ્તક ઘરે મળ્યું .વાંચવાની શરૂવાત કરી...ખરેખર અદભુત લેખન ખેડયું છે જીતેશભાઈ, રામબાઈ જીવન માં પિતા,બહેન,માં તરીકે નો પરિવાર ને પ્રેમ આપે છે.પુસ્તક માં સૌથી ગમતી લાઈન ..વિરજી રામબાઈ ને કહે છે 'તું મારી ભગવાન છો' કોઈ પુરુષ પોતાની સ્ત્રી ને કહે કે 'તું મારી ભગવાન છો" એ પ્રેમથી પણ પર હશે. આ રામબાઈ અને વિરજી નો પ્રેમ અનન્ય હતો એમા ચાહના હતી એક બીજાની સમજણ સાથે જીવનવાના કોડ હતા ધીમે ધીમે હકીકત વળાંક લે છે...ધાવણ નામના ચેપટર માં જ્યારે મને ખબર પડી કે આ પુસ્તક નું લેખન કરનાર લેખક પોતે જ સાક્ષી હતા.આ લીટી મેં બે ત્રણ વખત વાંચી માનવામાં ન આવતું હતું રામબાઈ ની જીજીવિષા અનંત હતી ને નવી બાબતો શીખવાની એ ઉંમરે ચાહના અદભુત હતી. કોઈ પણ ઉંમરે નવીનતમ વસ્તુ શીખવા માટે ઉંમર બંધનકર્તા નથી હોતી. વંદન છે રામબાઈ માં ને તમારા જેવા પુણ્યશાળી આત્માઓ આ ધરતી પર જનમ્યા, વંદન છે એ ધરતી ને. પ્રેમ , સમર્પણ, ત્યાગ , અવિરત શીખવાની ચાહના , સત્ય ની ખોજ કરનાર,પોતાના પતિમાં પૂર્ણતમ વિશ્વાસ , સાચે જ લેખકે પુસ્તક નું ટાઇટલ"ધ રામબાઈ"રાખ્યું, રામબાઈ અજોડ હતી . ખૂબ ખૂબ આભાર જીતેશભાઈ વાચકમિત્રો સુધી સત્યઘટના રજુ કરવા બદલ....
1 review
June 18, 2020
"ધ રામબાઇ" એક એવી વ્યક્તિ કે જે તમને સતત આકર્ષ્યા કરે અને એવું પણ લાગ્યા કરે કે આવુ પણ જીવન કોઈ વ્યક્તિ આ ધરતી પર જીવી ગયુ હશે...આવનારી જીંદગીમાં આવતા પડકારો હોય કે ભૂતકાળમાં વહી ગયેલુ કોઈ દુઃખ હોય સતત બસ બ્રહ્મ બની ને જીવી જાણવાની ખુમારી, નાની ઉંમરમાં મા બાપ ને ગુમવાવ્યા નો સંતાપ, પાંચિકે રમવાની ઉમરે નાના ખંભા પર આવી જતી જવાબદારીઓ... અને એક જ ક્ષણમા કોઈ એક જીવતર ને અલવિદા કઈ અને બાકી ના ભાંડુડા ની માં બની ને પાલન કરવાની હામ, પોતાના પતિ સાથે જીવયેલી જિંદગી ના મધુર સ્મરણો, સંતાન માટે ની ઝંખના અને તેના માટે જોવાયેલા નિર્દોષ સપનાઓ.. પારકા ને પોતાના કરવાની જીંદાદિલી અને કેટકેટલુંય છતા પણ ક્યાંય અપમાન અને મેણાટોણાઓ ને કડવા ઘુંટ ને સહજતાથી પચાવી જાણતી આ રામબાઇ.

નવલકથા તમને સતત ભાવાત્મક અને એક અદ્રશ્ય આધ્યાત્મિક સફર કરાવતી રહે છે ક્યાંય રડાવી દે છે તો ક્યારેક તમને અનંતની સફર પણ કરાવે છે. એક વાચક તરીકે જો આટલો રોમાંચ અને પીડાની અનુભૂતિ થતી હોય તો જેને આ સફર ખેડી છે અને જે સાક્ષીભાવે આ જીવન ને કળયું હશે... તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

અંતે એટલું જ કહીશ કે લેખક મિત્ર જીતેશભાઈ ની પણ ઘણીવાતો જાણવા મળી અને તેને નસીબદાર પણ માનુ કે તેને રામબાઇ જેવી માતા સાથે જીવતર ના ઘણા પાઠ શીખવા મળ્યા...

બૂક વિશે એટલુંજ કહીશ કે... ક, ખ, ગ..... જ્ઞ... જીતેશ જે ફાવે તે ગોઠવી લેજે ભાઈ... બાકી શબ્દો નથી.... લખતો રેહજે... 💐💐

Love you brother.
1 review
June 20, 2020
અત્યારે જ "ધ રામબાઈ" ને વાંચી.રામબાઈ થોડું હસાવે,ખૂબ રડાવે,અને સૂંડલો ભરીને મને અને તમને જીવતા શીખવાડે અને જીવવની શકિત આપે છે.

અહીં એ વાત નોંધવી રહી કે કોઇપણ લેખક જ્યારે લખે છે તે વાત એણે અનુભવી છે કે પછી સાંભળેલી વાતો ઉપરથી લખી છે એ બન્ને વચ્ચેનો ભેદ સરળતાથી જાણી શકાય છે.

રામબાઈ માં તમને બન્ને તત્વો ના ક્રમશઃ દર્શન સગી આંખે થશે.

અને દરેક ભાગ શરૂ થતાં પહેલા મૂકવામાં આવેલા instrumental આનંદ બેવડો કરી આપે છે.
..
અને છેવટે એટલું જ કહેવાનું "જીવજો .... બધાં જીવજો"...
Profile Image for Jayendra.
1 review2 followers
June 17, 2020
ઘણી વાર મંજિલ કરતા પ્રવાસ વધારે આનંદ દેનારો હોય, "ધ રામબાઈ" એવી જ વાર્તા જે તમને શરુ થી જ જકડી રાખે, લાગણી થી તરબોળ કરતી જાય. લાંબા સમય સુધી મન માં છાપ રહેશે કેમ કે વાર્તા માં જે ઘટના ક્રમ છે આ બધું ભૂતકાળ માં સાચે માં બની ગયું છે. એક વાર જરૂર થી વાંચવી.

રામબાઈ ની આ વાર્તા ઊંડે સુધી મન માં ઉતરી જશે. સ્ત્રી શશક્તિકરણ એન્ડ ફેમિનીસમ ના આ જમાના માં હવે જયારે પણ ગામડા ની કોઈ જીવન માટે સંઘર્ષ કરતી સ્ત્રી ને જોઇશ ત્યારે એ બધા માં થોડા ઘણા અંશે મને રામબાઈ દેખાઈ આવશે.

જીજીવિષા - આ શબ્દ ના અર્થ ને સાર્થક કરનારી વાર્તા એટલે "ધ રામબાઈ"
July 25, 2020
પાનેપાનું જીવંત છે આ પુસ્તકનું

રામબાઈ ચૈતન્ય છે

લેખકનો જયઘોષ

રામબાઈનો જયઘોષ

અદભૂતથી ઓછું કંઈ જ નહીં
Profile Image for PaRth Vaghela.
8 reviews
February 17, 2021
This is no ordinary story. The story that can give you goosebumps, pain, smile while reading. Author has done a great job at this. Story time frame in the book is long - almost 80 years. And author has done great at handling such a long time frame and also our interest in the book. One thing I loved in the book was how in some chapters twists are written. Parts that connect to main story and it's just awesome. Read this and have a journey to rambai's life.
June 25, 2020
ધ રામબાઈ.
હાં. જી ભાળી ગ્યો, ઈ એમાં ભળી ગ્યો!
ર���તી, રખડતી ને જીંદગીને સતત પોતાના સ્મિતથી કંડારતી ધ રામબાઈ. એમ કહું કે રામબાઈએ પ્રેમ અને સમર્પણથી જિંદગીને વધાવી લીધી હતી.
સવારે વેલી ઉઠી ઢોરનું, ઘરનું અને વાડીનું કામ કરતી નાનકડી રામબાઈ. એના કુદરતને જોઈને અને એને માણીને થતા રોમાંચક અનુભવો. વાત્સલ્ય અને કુતૂહલ ભરી એની આંખો..
એની જીંદગીને બસ જીવી જ લેવાની અદ્દભુત, અફાટ જીજીવિષા. અને નિસર્ગને લઈને એના મન માં થતા અઢળક સવાલો!
અહા.. કેવી આહલ��દક અનુભૂતિ! (તાગ ના મળ્યો- પુસ્તકના કંઈક અંશ માં મને મારી જ જીવાયેલી સફર દેખાણી તો ઘણા માં સ્વ નો સંઘર્ષ!)
જાણે એ નાનકડી રમુડી મારા બાળપણનાં એ ખેતરો વચ્ચે વીતેલા દિવસોને ફરી ધબકતા કરી ગઈ.. હળવે થી આવીને અંદર કશુંક ઢંઢોળતી ગઈ... કશુંક ઉગાડી ગઈ..
ધ રામબાઈ.
એની દુનિયાને કોઈ સીમાડો નથી. કોઈ છત નથી. ધર્મરૂપી કોઈ પરિમાણ નથી. છે તો બસ એની અલખની એ અજોડ જાત્રા અને એને છતુ થતું જતું બ્રહ્મનું જ્ઞાન!
ધ રામબાઈ.~ અલગારી મોજથી આવશે. જોડે રહેશે. મનમોજીલુ જીવશે અને જીવાડશે. અંતઃકરણમાં થોડો ઉત્પાત મચાવશે ને પછી એને ઠારશે. વિચારધારાને ખેડશે, ઉથલપાથલ કરશે અને પોતાનો અનુભવ અને કલ્પનાશક્તિ વાવશે. પણ પવન જેવી એની મરજી. એ ટકશે નહિ; ફરી ઉપડશે પોતાની સફરમાં, સત્યની ખોજ માં. ને જતાં જતાં એની માણસાઈ નો મઘમઘાટ ફેલાવતી જશે.
~ પુસ્તક પુરુ થયા ને તો ઘણાં દિવસો થઇ ગયા પણ આ બાઈ અને એના બ્રહ્માંડની અનંતતાને શબ્દોમાં સમાવવું અઘરું લાગ્યું. (અને આ હામાપુરનું ફળિયું તો હવે પ્રત્યક્ષ અનુભવવું રહ્યું!)

P.S. - કંઈક અલગ અપેક્ષાઓ જોડે બુક ઓર્ડર કરેલી. પણ જે જડ્યું એ અપેક્ષાઓથી પણ વિશેષ લાગ્યું.
1 review
Read
January 18, 2021
કાઠિયાવાડ ની એક બાઈ કે જેને પોતાની જિંદગી ના સુખદુઃખ નો સામનો કરી ને પોતાનું જીવન પસાર કર્યું કે જીવી લીધું

જેને પોતાના જીવન કાળ મા ઘણા બધા દુઃખો જોયા પોતે દીકરી બની , બાળક બની , પત્ની બની , માં બની , માસી બની અને બધા જ દુઃખો નો હસતા હસતા સામનો કરી અને આ ગીર કે કાઠિયાવાડ ની ધરતી પર એક અમી છાપ છોડી ને ચાલ્યા ગયા.

અત્યાર નો આ આધુનિક યુગ નો માણસ પોતાના દુઃખો થી હારી જાય તો તેમને રામબાઈ ની જીવનયાત્રા એક વાર જોઈ લેવી, તેના પછી ક્યારેય મન મા હરવા નો ખ્યાલ પણ નઈ આવે.

એવી વાસ્તવિક ઘટના તમારા સમક્ષ એક નવલકથા ના રૂપ મા લેખક જીતેશ દૌગા એ મૂકી છે.....

"ધ રામબાઈ"

આ અખિલ બ્રહ્માડ ને....
ઘણી ખમ્મા તારા નાચ ને....

ધ રામબાઈ એ એક વાસ્તવિકતા છે જેની વાસ્તવિકતા નું લેખક Jitesh Donga એ એક અદ્ભૂત રચનાત્મકતા થી વર્ણન કર્યું છે.

આ નવલકથા ના લેખક એ વાંચકો માટે એક રચનાત્મકતા અને નવીનતા પ્રગટે તેના માટે નવલકથા ના અંશો માં ઠંડા અને મધુર સંગીત ના QR કોડ મુક્યા છે જેના થકી તમે વાંચતી વખતે સારું એવું સંગીત પણ સાંભળી શકો છો .

એક દિવસ બપોર ના સમયે ઇન્સ્ટાગ્રામ પર જઈ ને જોયું તો ત્યાં મારા એક મિત્ર Punit Purohit એ પોતાની સ્તોરી મા આ બુક મુકેલી , બુક જોઈ ને જ એવું લાગ્યું કે આ વાંચવી છે અને બીજા જ દિવસે લઈ આવ્યો અને વાંચવાનું શરૂ કર્યું.

અદ્ભૂત..!!!! વાંચતા વાંચતા સમય નો ખ્યાલ જ ના રહ્યો.....

નવલકથા ના લેખક એ નવલકથા મા એક એવી વાસ્તવિકતા દર્શાવી છે કે વાચક ના મન ને વાચા ફૂટે અને રામબાઈ નું પાત્ર જાણે સામે આવી ને ઉભું રહી જાય અને વાતો કરે ઇવો અહેસાસ થવા લાગે

રામબાઈ અને વિરજી ની આ જીવનયાત્રા ને લેખક એ નવલકથા સ્વરૂપે બધા ની સમક્ષ મૂકી છે

નવલકથા વાંચતી વખતે વાંચક ના માણસપટ પર એક ચિત્ર બનતું જાય અને જાણે રામબાઈ તેમની સામે આવી ને વાત કરતી હોય તેવી અનુભૂતિ થતી હોય છે

જીતેશ દૌગા ની આ નવલકથા વાંચ્યાં પછી એવું લાગે છે કે રામબાઈ નામ ની કોઈ ફિલ્મ જ જોઈ લીધી છે

કાઠિયાવાડ ની આ બાઈ રામબાઈ ની જીવનયાત્રા અને લેખક ની આવી અદભુત રચણાત્મક શક્તિ આ નવલકથા ને એક જીવતું નું સ્વરૂપ આપી રહયા છે અને એક અદ્ભૂત ચિત્ર ની રચના કરે છે.

રામબાઈ નો વિદાય નો કિસ્સો યાદ આવે કે

એક લાંબો પહોળો રસ્તો, વરસતો વરસાદ , ઘોડી ના ડાબલા નો અવાજ આવી રહ્યો છે , તો બીજી બાજુ રામબાઈ ની ખીલો તોડાવી પાછળ પાછળ આવી રહેલી ગાય નો અવાજ , રામબાઈ ની આંખો માંથી નીકળી ને વરસાદ મા ભળી જતા ખારા આંસુ ઓ સાથે નીકળી જતા હીબકાં નો અવાજ આવી રહ્યો છે

એવા મા અંધારા મા રસ્તા ની ડાબી બાજુ એ એક ધૂંધળું ફાનસ દેખાયું , રામબાઈ ને એકલી ને જ દેખાયું , ફાનસ હાથ મા પકડી ને ઉભેલી સ્ત્રી ,

એ ઝાંખો ચેહરો જોઈ ને રામબાઈ ના હ્ર્દય મા પ્રચંડ ફાળ પડી,

"માં..." તે જોર થી બોલી , ક્ષણ વાર મા તેના શરીર ના રોમ રોમ ઉભા થઇ ગયા , પણ બીજી જ ક્ષણે ત્યાં વાળ મા કોઈ ન હતું માં દેખાઈ માં અલોપ થઈ ગઈ કઈ બોલી નર ગઈ.

"કેમ થયું ? " વિરજી એ પૂછ્યું રામબાઈ થોડી વાર કઈ બોલી ���ા શકી

"મેં મારી માને ભાળી" વિરજી એ ઘોડી ઉભી રાખી ચારે તરફ જોયું કોઈ ન હતું .

"કદાશ ભ્રમ થયો હોય " તે બોલ્યો.

" તેને મારી સામે ઉંચો હાથ કરી ને આશીર્વાદ'ય દીધા , અને કીધું કે.."

"જીવજે...." રામબાઈ બોલી .

આ ઘટના ને લેખકે ફાનસ નામથી નવલકથા મા વર્ણવી છે, નવલકથા ની રચના અને તેના વાસ્તવિક પાત્રો નું લેખક દ્વારા એક અદ્ભૂત વર્ણન કરવા મા આવ્યું છે

ધ રામબાઈ એ એક નવલકથા કહો કે રામબાઈ ના કોઈ પોતીકા ની ભાવના જેનું લેખક એ ખૂબ જ અદ્ભૂત શૈલી થઈ વર્ણન કર્યું છે .

એકવાર જો આ નવલકથા વાંચવાનો સમય મળે તો વાંચી લેજો તમે તમારી જિંદગી ના ઘણા ખરા દુઃખો ને ભૂલી જશો ..........

#spoileralert
This entire review has been hidden because of spoilers.
July 2, 2020
ધ રામબાઈ ! 🕦📓📝✉️🕉️❔❕
⭐️⭐️⭐️⭐️⭐️🌟🌠🌠🌠🌠🌠

મને જેવી વરસાદ આવ્યા પછી એમાં ભીંજાવાની હોય એવી તાલાવેલી ધ રામબાઈ પુસ્તક વાંચવાની હતી. 'નોર્થપોલ' આખી વાંચી છે 'ને 'વિશ્વમાનવ' ને અધવચ્ચે જ ઉભો રાખ્યો છે !

'ધ રામબાઈ' પ્રિઓર્ડર કરીને જ મંગાવી અને આવ્યા ભેગી વાંચવાની શરૂ કરી કેમકે એક બેઠકે પુરી કરવી હતી. ખબર નહિ એક રેકોર્ડ બનાવવો હતો કે આ પુસ્તક સૌથી પહેલા વાંચી લેવું છે.

પુસ્તક આવી. એને સૂંઘી. અહાહા ! જાણે માટીની સુગંધ ! વાંચવાની શરૂ કરી.

પહેલા ચેપ્ટરથી જ વાર્તામાં ખેંચી લે. રામબાઈ નજર સામે જ રહે. એક એક દ્રશ્ય ઉભું થાય. પાનાંઓ ફટાફટ ફરે. નાના-નાના પ્રકરણ પણ વેબ સિરીઝ જેમ એક પૂરું થાય ત્યાં બીજું વાંચવાનું મન થાય. એક-બે-ત્રણ-ચાર... ચાલી નીકળ્યો રામબાઈની સાથે એની દુનિયામાં, એની કથામાં, એની વ્યથામાં. ખબર ન પડે ને ખેંચી લે ! વાંચતી વખતે એવું જ લાગે કે તમે જસ્ટ ત્યાં જ, એક ખૂણામાં ઊભા એ દ્રશ્ય જોવો છો, એની જિંદગી જોવો છો- ક્યારેક લીલી ક્યારેક પીળી.😊 એસ.એસ.રાજમૌલિ (બહુબલીવાળા) સ્ટાઈલમાં વાર્તામાં જતા આવતા રહીએ.😉

અડધી પુસ્તક વાંચી. પછી સાઈડ પર મૂકી. બે-ત્રણ કે કદાચ વધુ દિવસ થયાં ત્યાં સુધી એમ જ રહી. વળી જાણે રામબાઈએ બોલાવ્યો- 'એલા હાલ ક્યાં વયો ગયો પાસો ? હજી તો ઘણું જોવાનું બાકી સે ! કંટાળો આવે સે એવું જીવન સે મારુ?'

...અને ખરા બપોરે એક પ્રિય વ્યક્તિ સાથે વાત કરીને કોઈ ડિસ્ટર્બ ન કરે આ પ્રવાસમાં એટલે મોબાઈલ સાઈલેન્ટ કરીને 'એ આ અયો રામબાઈ. હાલો હવે કયો આગળ શું થયું?' કહીને પાછો એ ખરાબપોર જેવી જિંદગીના મુકામે પહોંચ્યો હતો ત્યાંથી રામબાઈની આંગળી પકડી આગળ નીકળ્યો. કથાના પાત્રો રામબાઈ સામું જોતા ને પૂછે , "આ કોની આંગળી પકડી ચાલ્યા રામબાઈ?" તો રામબાઈ મારી સામું મલકાઈને કહે, "આને બવ રહ લાયગો સે મારી વાતું સાંભળવામાં તે લઈ જવ સુ !"
કથાના પાત્રો પૂછે - "કોણ? કોઈ દેખાતું તો નથી?"
રામબાઈ - "અરે ! આ મારો વાચક ! ના. ના. મારો દિકરો !" 😊
આમ રામબાઈ આંગળી પડકી સાથે ફેરવે !

પછી મને થયું કે , હવે બસ આટલી જ મજા આવે એવું છે રામબાઈની જિંદગીમાં. હવે કંઈ ખાસ લાગતું નથી. બસ આ જીવનનો પહેલો ભાગ જ માણવા જેવો છે. પણ ત્યાં તો રામબાઈ મારી સામે એક અલગ જ વિશ્વ ઉભું કરે ! મારી અંદર શાંત થયેલ અગ્નિ ફરી પાછો ગતિ પકડે...! ફરી મારી અંદરનું વિશ્વ એક બુંદથી વિસ્તરવાનું શરૂ થઈ દરિયા જેવડું થાય. વધે-ઘટે-સંકોચાય અને ધડાઆઆમ..! એક સ્ફોટ થાય !

ઘડીક બધું જ સ્તબ્ધ થઈ જાય. દ્રશ્ય, સમય, પાત્રો 'ને હું!

જગદંબા ! ઘણી ખમ્મા તારા નાચ ને !

...અને હાથ પેન્સિલ પકડે અને પંક્તિઓ લખાતી જાય કોરા કાગળ પર !

એ સ્થિતિમાંથી બહાર આવવા ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક બંદ જ કરવું પડે, નહિતર ત્યાંથી આગળ જ ન નીકળી શકાય.

થોડીવાર પછી જાણે આપણે જ "pause" માંથી "play" કરવું પડે 'ને આગળ ચાલે.

આગળ ચા��ીએ ત્યાં તો નવો ભાગ શરૂ થાય અને જાણે મને ખેંચી જ લીધો એણે ! ઘડીક તો મન ઉદગાર ચિન્હથી જ ભરાઈ જાય !!!! ઓહોહો ! ભાઈ..!ભાઈ..!
હું તો કહું છું કે એક પેજ પણ આગળનું ન વાંચવું. પહેલા પેજથી - પ્રસ્તાવનાના પણ પહેલા પેઈજથી જ શરૂ કરવું તો જ રામબાઈ આંગળી પકડીને લઈ જાય ! 😊
પછી તો ત્યાંથી તો આશ્ચર્યો 'ને પ્રશ્નાર્થો માં જ આગળનો પંથ કપાય ! અદભુત ! તમે વહેતા જાઓ નદીની સાથે 'ને નદી આમ ને આમ વહેતી જ રહે એવું થાય. પણ.....

પણ...નદીએ અંતે દરિયામાં ભળવાનું આવે જ. એમ હું વહેતો જ ગયો..વહેતો ગયો.. પણ દરીયો આવ્યો ! હિલ્લોળા લેતો આવ્યો..ધસમસતો આવ્યો અને ધબાંગ....!! નદીને અને મને સમાવી લીધા.
થોડાં થોડાં મોજા ઉછળ્યા, થોડાં છાંટા ગાલ સુધી ઉતરી આવ્યાં ! ધીમે... ધીમે...શાંત થયો.
શાંત હતો પણ તરબોળ હતો. નદી હવે અલગ નો'તી. દરિયામાં દરિયો બની ગઈ હતી. મેં જોયું તો મને બહાર કિનારો દેખાયો...ઉપર આકાશ દેખાયું...જોયું તો આછો આછો સૂર્યનો પ્રકાશ મારી ઉપર પથરાતો હતો 'ને હું જ મોજા બની હિલ્લોળાતો હતો !

ઘડિયાળમાં રાતનાં 11.30 થયાં હતાં.

🎶🎵🎼🔦🔭🌠🌞🌜🌦️🌌
July 7, 2020
ધ જીતેશ ડોંગા બુક્સ...

રામબાઈ વાંચી આજે પૂર્ણ થઈ, તમે નહિ માનો પણ પાછળ જે તમે ફોટા ઓરીજીનલ મુક્યા હતા એ દિલો-દિમાગમાં વગર જોયે રચાઈ ગયા હતા. પેલું હું કૈં, લાગણીઓ ને કયા રૂપ હોય છે ઇ તો આભાસી હોય છે એ તો પ્રેમ કે હૂંફ આપતી વ્યક્તિની આંખોમાં દેખાય આવે છે બસ એજ રીતે જેમ જેમ બુક વાંચતો ગયો એમ જાણે મગજમાં રામબાઈ ની દુનિયા બનતી જાતી હતી.

ડિયર જીતેશભાઈ,
નોર્થપોલ વાંચી ત્યારથી તમારું લખાણ નો ગાંડો ચાહક છું. નોર્થપોલ માં તમે જે સપનાઓ ની દુનિયામાં લઈ ગયા હતા એ દુનિયામાં ઘણીવાર જતો રહેવાનું મન થાય છે એટલે જ આજ ની તારીખે પણ મોબાઈલમાં PDF સ્વરૂપે પડી છે. મેં તો વાંચીજ છે કેટલીય વાર પણ બીજા ઘણા કે જેમને વાંચન નો શોખ છે એમને મેં પરાણે ફોર્સફૂલી બુક વાંચવા માટે કહેલું અને જેને જેને બુક વાંચી એ મને થેંક્યું કહેલું જેના ખરા હકદાર તો તમે જ છો. પણ તોય જ્યારે મને થેન્ક યુ કહે ત્યારે એમ થતું કે જીતેશભાઈ ની બુક અને હું શેનો વાહ વાહ લઉ છું...!!

હવે વાત રામબાઈ ની કરીયે, તો જ્યારે તમે ફેસબુક પર "ધ રામબાઈ" નવલકથા નું એનાઉસમેન્ટ કર્યું ત્યારથી જ નક્કી કરેલું કે બસ, પેલો ગ્રાહક કે વાચક મારે બનવું છે અને બુકીંગ ના બારણા ખુલ્યા ને જેમ ફિલ્મો જોવા ગયા હોય ને થોડું મોડું થઈ ગયું હોય ત્યારે જેમ ઘાય-મ-ઘા ટીકીટ લેવા દોડીએ એમ ફટાક દઈને ઓર્ડર કરી દીધો ક્યાંક તમારો ફોન નમ્બર મારી બુકમાં પાછલા પાને નહિ આવે તો બસ એ વાત નો ડર હતો. કદાચ તમે પોસ્ટ મૂકી એની વીસમી મિનિટે મેં ઓર્ડર પ્લેસ કર્યો અને ફેસબુકમાં કોમેન્ટ પણ કરી હતી કે order placed અને એમાં તમારી લાઈક પણ હતી...😍

"રામબાઈ" પેલા જ ઘા એ ઇન્સ્પેકશન સ્ટેજ માં જ ટ્રેક પર ગાડી સફળતા પૂર્વક દોડવા માંડે એમ મારી વાંચન ગાડી દોડવા લાગી. કારણ એક તો બુકની શરૂઆતમાં પ્રિય વાચકો ને એમ કરીને પ્રસ્તાવના વાંચી અને પલ્સ જીતેશભાઈ ની બુક છે એવી મગજ માં પોઝિટિવિટી હોય એટલે કંટાળા ને તો કોઈ અવકાશ નથી એમ કરીને ઊંઘેકાંધ વાંચવા મન્ડી પડ્યો અને પેલા દિવસે ૨ ભાગ એટલે ૨૩ ચેપટર વાંચી નાખ્યા અને જાણે પહેલા વરસાદમાં ભીંજાવાનો જે આહલાદક આનંદ મળે એવો અહેસાસ થાય ગયો. એક પ્રકારની માનસિક શાંતિ પણ થઈ કે કેટલા દિવસથી કાંઈક નવું વાંચવાની ઇચ્છા હતી એ પુરી થઈ. પણ પછી એમ થયું કે નોર્થપોલ ની જેમ એક જ બેઠક પર આખી નથી વાંચવી થોડા દિવસ નોવેલ ની દુનિયામાં અને રામબાઈ ની દુનિયામાં રહેવું છે એટલે વેબસિરિઝ ની માફક રોજે એક ભાગ વાંચવાનું ન���્કી કર્યું. એટલે એ મુજબ વાંચવા માટે સ્ટાર્ટ કર્યું અને ત્યાં જ ચેપટર આવ્યું "અવતાર" ને હું સ્તબ્ધ થઈ ગયો. મારા માટે તો આ આખી નોવેલનું હૃદય હોય તો એ આ ચેપટર કે જેમાં દેવુડી નો જન્મ થયો. સુપર્બ... એક્સલન્ટ... જાણે રાજુહીરાની ની ફિલ્મમાં પેલા ચેમ્પની ડીલીવરી નો સીન, આમીરખાન જાને ડોકટર બની ને ડિલિવરી કરતો હતો જે રીતે દિલમાં ખળભળાટ થતો હતો, મગજ વિચારોના ચકડોળે ચડ્યું તું કે હવે શું થશે, આગળ શુ થશે, કેમ બર્થ થશે બસ એવી જ કાંઈક ફીલિંગ્સ એવો જ રોમાંચ મળ્યો. ઍકચુંલી તમારી નોવેલ્સમાં એવી પકડ હોય જ છે કે જાણે સ્પેશિયલ ઓપ્સ કે અસુર જેવી વેબસિરિઝ જેવો રોમાંચ રહેતો હોય કે હવે આગળ શું થશે. બસ એ અવતાર ચેપટર ના લીધે પેલો રોજે એક ભાગ વાંચવાનો સઁકલ્પ તૂટી ગયો અને એકી હાયરે પાછા ૪ ભાગ વચાઇ ગયા.

બસ આમજ બુક 3 દિવસ માં પુરી થઈ ગઈ અને વાર્તા પાછળ ની વાર્તા પણ ખૂબ જ સરસ લાગી...


થેન્ક યુ સો મચ.. પૈસા વસુલ...

All readers have must read this Novel...:-)
Read
July 18, 2020
"ધ રામબાઈ" (પ્રતિભાવ - ધવલ ભીમાણી 'અંદાજ')

👉 રીવ્યુમાં સ્પોઇલર છે. વાર્તા વાંચવાની બાકી હોય તો આગળ ન વાંચવું.

👉 સિંહપુરુષ બાદ મારી જિંદગી માં પહેલું એવું પુસ્તક જે મેં માત્ર 2 દિવસમાં પૂર્ણ કર્યું.

👉 સૌ પ્રથમ તો વાંચકોને આવી અદ્ભૂત નવલકથા આપનાર લેખક મિત્ર jitesh Donga ને ખૂબ ખૂબ અભિનંદન...

👉 અંગ્રેજી ભાષામાં "ધ" શબ્દ કરતા પણ કોઈ મોટો શબ્દ જન્મ લેશે ત્યારે રામબાઈ તેની જરૂર હકદાર બનશે..!

👉ખૂબ જ સામાન્ય પરિવારમાં જન્મ...દરરોજ પરિવારના 7-8 જેટલા સભ્યો માટે હસતા હસતા રસોઈ બનાવે એ આ રામબાઈ..

👉 ગામ આખા માટે તો રામબાઈ નો ભાઈ અને તેના બાપુ ગાંડા જ હતા..પરંતુ આ રામબાઈ તેને ગાંડાની જેમ પ્રેમ કરતી...

👉 ઈશ્વર પણ રામબાઈની કસોટી લેતો હોય...તેમ એક દિવસ તેના પિતાનું મૃત્યુ થાય...અને તેની માં ક્યાંક ભાગી જાય..જે પછી આખી જિંદગી મળે નહીં....

👉 રામબાઈ તેના પરિવારની એક માત્ર એવી સભ્ય કે તેના ઘરમાં રહેલી ગાવડી એના સિવાય કોઈને દૂધ દોવા પણ નો આપે...આ ગાવડી રામબાઈ સાથે સાસરે પણ આવી હતી !

👉 કોઈ પુરુષ એની ડેલીયે આવે અને તે પુરુષ સાથે તેના બાપુએ આપેલા વચન ખાતર તેની સાથે એક દિવસમાં લગ્ન કરી અને તેની સાથે સંસાર માંડે..

👉 હવામાં ઉછળેલી ફાંસ રામબાઈની આંખ માં ઘુસી જાય અને તેની એક આંખ હમેંશા માટે ચાલી જાય.. પછી આખું જીવન એક આંખથી વિતાવે... છતાં પરિવારના સભ્યોને તેને એવું એક વખત પણ લાગવા દીધું નહોતું કે એક આંખ થી જ જોવે છે !

👉 રામબાઈનો ઘણી વિરજી...એ જમાનામાં જગતનો પહેલો એવો પુરુષ હશે...જેને રામબાઈ ને એક દિવસ કહેલું કે રામબાઈ....તું મારી ભગવાન સો......બસ આ એક વાક્યમાં જ રામબાઈ-વીરજી નો પ્રેમ આવી જાય !

👉 કોઈ તેને ડાકણ કહે તો કોઈ તેને માંગણ કહે તો કોઈ તેને અભાગણી કહે...પણ જેને રામબાઈ ને અંદર થી ઓળખી હતી..તેના માટે તો એ જીવતી જાગતી સૌની માં હતી...

👉 રામબાઈ ના જીવનમાં પડેલા તમામ દુઃખોને તેને હસતા મુખે સ્વીકારી લીધા...પી લીધા...અને જીવી પણ લીધા...દુઃખો કેટલા હતા...એતો બસ આ પુસ્તક વાંચે એમને જ ખબર પડે !

👉 રામબાઈ આજની શિક્ષિત પેઢી માટે રોલ મોડલ છે...જે 60-70 વર્ષ સુધી અભણ હતી અને લેખકના પ્રયાસો થકી એમને અક્ષરજ્ઞાન મેળવ્યું... ખાલી અક્ષરજ્ઞાન મેળવ્યું એટલું જ નહીં... વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને હંફાવે તેવા રોચક પુસ્તકો એ જમાનામાં એમણે વાંચ્યા...

👉 ધણીના મૃત્યુ પછી પણ કપાળે સેંથો રાખે...અને એમની પાછળનું વિજ્ઞાન લોકોને સમજાવે...એ આ રામબાઈ...

👉 રામબાઈ ના જીવન પ્રસંગો અદ્ભૂત છે...ઘણાં માંથી આપણને પ્રેરણા મળે...તો ઘણાં માંથી આપણને સિખ મળે ...તો ઘણાં પ્રસંગો આપણને ખુદ ને જીવવાનું મન થાય એવા છે...

👉 પુસ્તક વાંચતી વખતે સતત એવું જ લાગ્યા કરે...કે રામ��ાઈ ક્યાંક મારી આસપાસ છે...પુસ્તકના એક એક શબ્દો આપણને રામબાઈ ની નજીક લઈ જાય.. અને એના દર્શન કરાવે...

👉વધુ નથી લખવું... બસ મારા મિત્રો ...આ પુસ્તક જરૂર વાંચજો... તમને ક્યાંકને ક્યાંક રામબાઈના દર્શન થાશે જ....
December 16, 2020
To,

The jitesh Donga...🙂

Just completed "The Rambai" ..!

Facebook through tamari 3rd book vishe khbr pdi. Tatkalik...'The Rambai ' Pre-order ma 2nd June e book kareli.. bau shiddat purvak raah joi..😁 tame "e-book" ma apva nu promise krelu. Pn e-book no moh j nhoto. Hard copy j joiti hti.. peli var atli dhiraj purvak koi book ni rah joi😬 30 june e book mali. Aha... bs cover joya karyu. Fb pr aa book na ghna reviews avta. Ek pn var vachya k joya nai.book hath ma avi to pn... kone khbr bau dhiraj rai... k shanti thi vachvi chhe.. niraate. . Without any disturbance. . 😁
Pn akho july month jto ryo... august pn gone...😂 mind ma satat ramya kare k vachvu che vachvu chhe... pn time kya... evo time j nhoto reto.. mari 2 vrsh ni nani dikri.. hve divse divse tofani thati jay chhe... ratre 12 vagya pchhi e suve...😂etle shant vatavaran to rat sivay mel n pde... em ne em September pn puro thva avyo... hmna ena last week ma mn ma nkki kari ane book "The Rambai" school e leti gai...

Start karyu school e. Instrumental music valo idea try kryo pn network prblm na lidhe kai mel pdyo nai. Ane mne hve talaveli jagi hti book vachvani. Part 1 thi start karyu.. dhime.. dhime.. dhime...

Vishv manav e mara mind pr etli jabardast asar kari hti k ek week sudhi to eni asar mathi bar nikdi nhotu shakayu. Ane Northpole e etli j mithi virdi jevi lagi hti. Ha ema pn dardnaak ghatnao hti j. Pn ene vishvmanav ni jem magaj ne sunnn nhotu kari nakhyu. Ema shaata hti.. kudrat nu sanidhy htu...prem hto ane ene jivva .... manva ...kudrat na khole ramva mate lekhake moklu medan apyu htu.. eno dukhad ant vishvmanav jetlo hachmachavi gayo n hto.. karan k ema meera na zindadil character dvara ek 'sakaratmak' 'bhava-varan' etlu majbut aalekhayu htu k meera nu ane eid nu mrutyu amuk anshe accept kari shakayu. Fariyad to ghni hti e mate. Pn chhata khbr nai km pn meera ni yaad ma ekla rahela gopal nu charactr ant ma pn strong j lagyu.Bnne novels pot potana vishv ma ek alag j uchaai pr hti. Ane etle j aa 3rd book thaki lekhak pase thi bau uchi apexao bandhai gayeli...

Aa novel dhime dhime agal vdhi..'Rotlo' thi mandi ne 'sihan' sudhi nu ek sathe vachi gai... pchi katke katke.. time mlyo em... ek ek chptr vachaya.. ratre... divse ene vagolya..
Rotlo karti rambai.. ena mukh pr pdto kesri taap.. aha... varnanatmkta pehla j cheptr thi sparshi gai.. ha hji kai kali nhotu shakatu k kharekhar varta ma agal avshe shu... agal agal jaldi jaldi janva ni utkrushta..ene dabavi rakhi ne dhime dhime chalya karyu..virji ane rambai nu bholpan... eno prem... sparshi gayo... rambai nani umare pn ena bhandu-o mate janeta bni gai..starting ma vachine ghni jagya e ankh ma zalzaliya lavi didha..

Pn kharekharo zatko lagyo HANSALA ma... ketliy ichha thai gai ti k virji-rambai nu madhur jivan hji manva malshe ane achanak virji nu mrutyu..! accept n thai shakyu yaar.. ane e chapter nu akhu varnan.. andar thi hachmachavi gayu... radi n shakayu.. pn andar thi evu kaik thava mndyu ... book muki didhi... mara husband ne tight hug kari ne suii gai.. ek kalam ni takat e ehsas karavyo k jivan sathi vgr jivva ni kalpna matr pn kevi dhrujavi denar hoy chhe... jyare aa Rambai e to jivi janyu.. bhaali gai...ane bhali pn gai...!!!

Devudi no jnm..hu vachti gai .. kai khbr nhoti pdti su lakhyu chhe... bs mn ma chitr upsthit thata jata hta...me ek j var vachyu..fari samajvani try pn nthi kri... pn etli khbr rai k devudi no janm thayo e drashy khadu thata mara ruvada ubha thai gaya hta... !

Evu feel thyu k chiso padi ne kevanu mn thai gyu k e gandi k vanjni rambai nhoti. E to janmjaat janeta hti..!

The Rambai part-2

Jyare navalkatha ma peli var "KALU" shabd no prayog thayo ne tyarthi j mn ma strong feeling hti k aa tamara pappa j hse.. ane e sachu pdyu😀

HANSA :
Dhany chhe e janeta ne k jene putr janm ni aas ma samaj na kadva ghunt pidha ane putr janm sathe ane ene navjivan malvani sathe teni mata ne pn mano k ek navu jivan pradan thayu . Km k ene tya 'putr-janm' thayo..! Ane aa ghatna .e samay ni "stri-o" ni "man:sthiti " temaj loko ni "vanjani-mansikta" na darshan karave chhe...

Hansa ane tyar pchi na darek chapter atyant atyant gamya.. hrday vhal thi ubhrai jay ane bhav vibhor thai jvay eva eva drashyo upjavya chhe te Jitesh donga..!

Peli var koi lekhak ne prem thi "tu- kare" bolavvanu man thayu.. ek tight hug apvanu man thayu .. kaaran .. jitesh no rambai prtyeno prem... rambai-vhalap nu vahen.. ane bnne vchhe nu connection.. mne ghnivar gopal ane eid ni yad apavi gayu.. Devudi ama side character nthi lagi... pn tem chhata jitesh ane rambai nu connection mne atishay majbut... vhalu...bhav bharelu lagyu.

Kyak vachyu tu...
"Kuchh rishte ruhaani hote he,
Apnepan ka shor nahi machaya karte..!!" Bs aa j lagyu mne jitesh ane rambai vche..
Agal tame lakhyu em jitesh amuk varsho sudhi rambai thi chhuti gayo hto k potana nasha ma ene bhuli gayo hto... pn mne to kyay e chhutelo lagyo j nai.. always connected j lagyo..
Kharekhar Rambai cosmetic fairytale jevi j chhe..! Ane teni aa jivan-kathani manvta na mulyo nu virat darshan karave chhe...saty ni khoj ma nikdela mn ne raah apnari chhe. .

Ek var pachhu vali ne potana jivan pratye ek najar fervai jay... evu enu jivan ane evu aa patr.. The Rambai..!

Jem ane jetli var jitesh e rah joi.. etli j var ane etli j talaveli thi hu rah joti.. k hve kyare jitesh rambai ne malshe.. hve kyare ek maa potana dikra ne malshe..! Ane ek dikro eni janeta ne..! Ane e drashyo ne vagolvanu atyant gamyu.. ane aansu pn kharya !

Frustration ma dubela ne ek zatke betho kari de ane jijivisha arpe evi Rambai chhe aa..

sahanshakti ni maryada jya khuti pde tya hsta mukhe hji ek vdhu kadvo ghut pito kari de tevi jivangatha chhe aa..!

Tamara vishe thoduk.. nthi olakhti personally tmne.. but chhata aj nai revay..🙏

Jitesh..! tu bhav bharelo chhe.. atyant lagnishil ane nanakda dhabakta hraday ma afaat prem no dariyo dharavto ane ene jivto manas chhe ..to j aa lagni ne.. bhav ne.. sneh ne.. mamta ne .. atli undan purvak shabdo ma dhali shakvani xamata dharavi shake. Tara brahmand na naad ne ane ena vicharo ne to tu j jane.. ema hu jaju kahi pn nai shaku. . (Am pn laambu thai gyu chhe bau) pn tari aa rachna ne salaam..! Tari kalpna shakti ne ujaagar kari ane tenu ghadtar karnar e janeta ne salaam..! !Aj maru keypad ataktu nthi.. review apta bau avde nai km k tatasthta n re ghnivar. Pn thoduk kaik lakhu em vicharine start karyu tu. Pn ek ek chptr vishe lakhvanu mn thai gyu tu. Chhta bau j cntrl rakhine lakhyu chhe..

Thank you so much for this beautiful novel.. IT'S A GEM.. lot's of love to you and your Rambai..! 🤗
Tame ane tamari darek navalkathao ghutde ghutda bhari bhari ne jive ane safal thay evi shubhkamna..❤
This entire review has been hidden because of spoilers.
June 30, 2020
જીતેશભાઈ,
(વિશ્વમાનવ,નોર્થપોલ,ધ રામબાઈના સર્જક)

આપની એકેએક નવલકથા કાંઈક નવું વિચારતા કરી મૂકે એવી છે. એકેએક વાક્ય કઈક નવી ઉર્જાઓથી ભરેલું હોય છે.

આપની ત્રણેય નવલકથામાં અખૂટ જીવન જીવવાની જીજીવિષા, કુદરત પ્રત્યેનો ગળાડૂબ પ્રેમ, જિંદગીને હરપળ એક નવીન રીતે જોવાની દ્રષ્ટિ રહેલી છે.


દરેક સોશીયલ મીડિયામાં ગળાડૂબ પડેલા યુવાનોને પુસ્તક વાંચન તરફ વાળવા માટે આપની આ નવલકથાઓ જ કાફી છે. હું મારા નજીકના દરેક નાના મોટા મિત્રોને વાંચન પ્રત્યે રુચિ જગાડવા, કઈક જીવનમાં નવું શીખવા તમારી આ નવલકથાઓના વાંચનનો આગ્રહ કરતો હોઉં છું.

મેં હમણાં જ આપની 'ધ રામબાઈ' નવલકથા વાંચી.

હોસ્પિટલમાં કોરોના વિભાગમાં ડ્યુટી પુરી કર્યા પછી હોસ્ટેલે આવી થોડા મુરઝાયેલા હોઈએ ત્યારે આપની નવલકથા જ મારા મોટીવેશનનો આધાર બની રહે છે.
દર્દીઓની મૂંઝવણ આપણને પણ મૂંઝવી દેતી હોય છે, પણ આપની આ નવલકથા ના વાંચનને લીધે દરરોજ એક નવી જ ઉર્જા ફિલ થાય છે, અને કામ પ્રત્યે રુચિ પણ જળવાયેલી રહે છે.

"ધ રામબાઈ" નવલકથા પશુ, પક્ષી, કુદરત,જિંદગી અને માણસો પ્રત્યેના અપાર પ્રેમથી ભરેલી છે.

આપના નવલકથાના આ શબ્દો જે મારા મનને ખૂબ અસર કરી ગયા છે જે આ પ્રમાણે છે.

૧) "જીવજે"
કોઈપણ પરિસ્થિતિમાં મૂંઝાયેલા હોઈશું ત્યારે આ શબ્દ ખૂબ જ મદદરૂપ બની રહેશે.

૨) "બ્રહ્માંડ"
આકાશગંગા અને હમેશ કંઈક નવું શીખવાની વૃત્તિ જગાડી ગયો આપનો આ શબ્દ.

3)" સત્ય એ છે કે - આ જગતમાં જે બધુંય છે ઇ અંદર જ છે,
બધુંય અંદરથી જન્મે છે.
સુખ,દુઃખ,પીડા કે ખાલીપો બધુંય અંદરથી જ જન્મે છે.
આ જાત્રા ભીતરની જ છે.

- સાગર વેકરીયા.

જિંદગીથી હતાશ થયેલા કે જીવનમાં કઈક નવું કરવા, નવું વિચારવા માંગતા લોકોએ ખાસ આ ત્રણ નવલકથા વાંચવી જોઈએ.પ્રતિલિપિ એપ પર પ્રથમ બે નવલકથા ઉપલબ્ધ છે.

૧)વિશ્વમાનવ,
૨)નોર્થપોલ,
૩)ધ રામબાઈ.
1 review1 follower
June 28, 2020
ધ રામબાઈ!

એક એવું પુસ્તક જે હાથમાં લીધા પછી મૂકવાનું મન ના થાય... વાંચતા વાંચતા વાર્તાના અમુક વળાંકે ગુસ્સો આવે લેખક પર કે આમ કેમ થયું?.. ઘણી વાર અહોભાવ થાય એ બાઈ પર, ગામડાના લોકો પર.. ઘણી વાર તમારા વિચારો, તમારી માન્યતાઓ પર પ્રશ્ન થઈ આવે વાંચતા વાંચતા... એવું થાય કે માણસ તરીકે તમે કશું જ હજી જીવ્યા નથી, કશા અનુભવ નથી લીધા અને ઘણી જગ્યાએ નિષ્ફળ નીવડ્યા છો... ઘણી બધી માન્યતાઓ તમારી ખોટી છે અને તમે છો એના કરતાં હજારગણા સારા બની શકો એમ છો...

નવલકથામાં ઘણા પ્રસંગો એવા છે જ્યાં સુન્ન થઈ જવાય છે... રડી પડાય છે... ક્યાંક કશેક જીવનનું નવું જ સત્ય જાણવા મળે છે... આ નવલકથા વાંચતા વાંચતા ઘણા બધા ઇમોશન્સ માંથી પસાર થવાનું બન્યું અને ઘણું બધું બદલાયું છે મારામાં... આપણને નાની લાગતી ઘણી ઘટનાઓ, ઘણી આદતો એટલી નાની નથી હોતી, માત્ર આપણી દૃષ્ટિ એ જોવા માટે ટુંકી પડે છે એ હું જીતેશની આ નવલકથામાંથી શીખી.. ગામડાં, કાઠિયાવાડ અને ત્યાંના જીવન અને લોકો વિશેનો પરિપ્રેક્ષ્ય ખાસ્સો બદલાઈ ગયો.. જીવન, પ્રેમ અને જિજ્ઞાસા કોને કહેવાય એ સમજી.. અને આવું ખાસ્સું ઘણું બધું.. જે શબ્દોમાં લખતાં મને નથી આવડતું! 😅

પુસ્તક વાંચ્યા પછી કદાચ એવું પણ થશે કે અહીં લગાવેલો ' ધ ' પણ કદાચ નાનો પડ��� છે રામબાઇ માટે! નવલકથામાં શું છે એ કહી તમારી મજા બગાડવી નથી મારે, પણ આ જ નવલકથાનું એક વાક્ય ' ધ રામબાઈ ' માટે:
"એની જિંદગી સાંભળીને એવું લાગ્યું કે જાણે સૂરજ સામે પતંગિયું ઊડતું હોય!"

જીતેશ! ♥️
ચૈતાલીએ ફોન્ટ માટે મસ્ત ડિઝાઇન બનાવી છે દુપટ્ટાથી... નવલકથાનો રેફરન્સ જ્યારે મળશે વાંચકને ત્યારે એકદમ ખુશ ખુશ થઈ જાય એવું કામ છે આ! 😍
કંદર્પ અને ગ્રંથ ટીમે નવલકથાનાં બધાં મહત્વનાં પાસા આવરી લેતું ચકાચક કવર આપ્યું છે! 🤩

અલગ જ દુનિયા ને ભાવવિશ્વમાં લઈ જતી એક અદ્ભુત નવલકથા! બેસ્ટ ઍન્ડ મસ્ટ રીડ ઓફ ૨૦૨૦! :)
Read
June 29, 2020

સૌ��ી પહેલા તો રામબાઈને ' ધ રામબાઈ ' પુસ્તકરૂપે અમારા સુધી પહોચાડવા બદલ ધન્યવાદ.

સૌથી પહેલા તો હું એ શીખી કે તમારી પાસે જે છે એમાં જીવતા શીખો. બીજાનો મહેલ જોઈને આપણે ઘણી વખત ઈર્ષ્યા અનુભવીએ છીએ પણ મારા મતે જરૂરી નથી કે તમે મહેલ થશે પછી એમાં અવનવા રંગો પૂરશો, પણ તમે તમારી ઝુંપડીમાં જ અવનવા રંગો પૂરી દો. બાહ્ય જ્ઞાન તો મેળવી લેશો પણ સાચું જ્ઞાન આપણી અંદર છુપાયેલું છે જો એને જોવાની દ્ષ્ટિ મળી જાય ���ો જગતમાં આવ્યાનો ફેરો સફળ થાય.પુસ્તક હાથમાં આવે એટલે સૌથી પહેલા તમારી નજર કવર પર પડે, જેમાં અવનવા ચિત્રો તમને અંદર વાંચવા મજબૂર કરી દે...

વાર્તાના અંત ભાગમાં તમે રામબાઈ સાથે જોડાઈ જાવ અને રામબાઈએ આ બ્રહ્માંડ પાસેથી જે મેળવ્યું છે એમાં વધારે રસ પડે છે. મને સૌથી વધારે મજા આવી રામબાઈની આ દુનિયાને જોવાના અભિગમમાં, જે ક્ષણે તેમને પોતાની દીકરી મળી અને તેમની દુનિયા બદલાઈ ગઈ અને બન્ને વચ્ચેનો અદ્રશ્ય પ્રેમ અને સાથે રામબાઈ અને વિરજી વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ આપણને રડવા મજબૂર કરી દેશે.શરુઆતના ભાગમાં થોડું રામબાઈ સાથે જોડાવવું અઘરું છે અને એ ભાગ લાંબા છે. મને સંઘર્ષમાં નવું ના લાગ્યું અને તે ભાગ બહુ લાંબા છે. યુવાનો આ કાઠિયાવાડી ભાષામાં વાંચવાનું પસંદ કદાચ ન કરે. પણ વાર્તા અને લેખકનો વિશ્વાસ તમને વાંચવા મજબુર કરી દે અને છેલ્લે તમે તૃપ્ત થઈને બહાર નીકળો. પણ એ માટે તમારે મધ્ય ભાગ સુધી પહોંચવું પડે. ત્યાં સુધી આપણે એ જ શોધતા રહીએ છીએ કે આખરે આ વાર્તા કહેવા શું માંગે છે પણ છેલ્લે તમને એનો જવાબ જડી જશે.

બીજું કે પ્રકરણની શરૂઆતમાં આપેલા ચિત્રો - જે ધ્યાન ખેંચે છે અને લિંક તૂટે છે. પ્રકરણમાં એ શોધવા લાગીએ છીએ કે આ ચિત્રને લાગતું વળગતું ક્યારે આવશે ? ( આ અંગત અનુભવ છે. કદાચ બીજા જોડે આવું ન પણ બને. )

બાકી ખૂબ મજા આવી અંતમાં.

1 review1 follower
June 28, 2020
#The_રામબાઈ

નક્કી એવું હતું કે આ પુસ્તક પુરૂ થશે કે નહી,ઘણી વાર એમ થ્યુ કે થોડું કુદાવી ને ઉપરછલ્લું વાંચી જાવ. કારણ કે #નોર્થપોલ જેવો ચાર્મ નતો આવતો, મારે એેનીથી ઉતરતુ લેખક પાસેથી જોઈતું જ ન હોય એમ..! મગજ મા એવું કે માસ્ટરપીસ જેવું નથી.ક્વિન,હાઈવે, ગુલાલ જોયા પછી એજ ડાયરેક્ટર ની બીજી ફિલ્મ જોઈએ ત્યારે થાય એવું .

પરંતુ હુ બીલકુલ ખોટો હતો, જેમ જેમ વંચાતી ગઈ એમ ડૂબતો ગ્યો,કેટલીય વાર્તા મા સતત ડુમો,આંશુ,નકરા અંદર દેકારા, ન સહેવાય એટલી પીડા, અક્ષરો ડબ્બલ વંચાય એવી આંખો મા ઝાંખપ, માનો ને જલસો જ જલસો..!
રામબાઈ એ જીવતા સમયે જે ફીલ કર્યું હશે અને એણે લખતા સમયે જે અનુભવ્યુ હશે, મે વાંચતા સમયે એની ખુબ નજીક નું ફિલ કર્યું . આ ક્રેડીટ લેખક ની.

કેટલીય વાર નજર સમક્ષ એવા કેટલાય ચહેરા ટળવળી વળ્ય�� જે વરસો સુધી યાદ પણ ન આવ્યા હોય.જે આપણા માટે કેટલા ખાસ હતા, એનો આપણે જીવ હતા..!
વાંચી ને મારે મન તો ગંગા ની, મધજંગલ ની જાત્રા થઈ ગઈ.
ઘણું કહેવું છે પરંતુ અહીં નહી કહુ કારણ કે એ #રામબાઈ ને ય અઠળક કહેવું છે . એટલે એ મોકો એને આપું છું , વાંચજો સત, પ્રેમ , અસ્તિત્વ ના પંથે આંટો માર્યા જેટલો આનંદ થશે.તમે થોડા બદલાશો એ નક્કી .નિસ્વાર્થ શબ્દ ભગવાન થી ય ઉતરતો નથી એ પણ અનુભવાશે પાક્કુ .
————

હુ એટલો નમ થઈ જતો કે,
પલાશ કહે ડેડી તમે હવે આ બુક મુકે તો સારૂ,
એ સાડા ત્રણ વરસ ના જિવ ને ખબર પડી ગઈ છે કે ૩૪ વરહ નો જિવ વાંચતા વાંચતા મુંજાય છે..!

❤️દોસ્ત ,જીતેશ વ્હાલ રામબાઈ ના પરિચય કરાવવા બદલ ❤️
1 review
August 9, 2020
"ધ રામબાઈ"

ખાસ વાંચવા-વંચાવવા-વસાવવા જેવી ઉત્તમ નવલકથા...

વાહ ....અદભુત આલેખન...ઉગતી એકવીસમી સદીના ઉગતા..પણ મધ્યાહનની જેમ ખીલેલા એવા ઉત્તમ લેખક ભાઈ jitesh donga ને આવી હૃદયને સ્પર્શી જાય એવી સત્ય ઘટનાને આલેખતી નવલકથાના ધ રામબાઈના આલેખન બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ..

'ધ રામબાઈ' વાંચતી વખતે કેટલીયે વાર આંખ ભીની થઇ.રામબાઈની મુશ્કેલીઓ અને એના પર પડેલ દુઃખનો અહેસાસ થયો..પણ શું મર્દાનગીથી એણે એનો સામનો કર્યો..ખાસ હૃદય સ્પર્શી જનાર ઘટના એટલે દેવુડીનો જન્મ..એ ઘટના લખેલ નથી પણ લેખક પાસે કોઈ અદ્રશ્ય શક્તિ દ્વારા લખાવાયેલ છે એની અનુભૂતિ એ ઘટના વાંચતી વખતે જ થઈ..અને ખાસ તો આટલી મોટી ઉંમરે આ બાઈએ શુ વિજ્ઞાનને જાણ્યું છે,શું માણ્યું છે..અદભુત......જો કે સૌરાષ્ટ્રના ગામે ગામ સંઘર્ષ કથાઓ તો પડી જ છે પણ ગામડાની આ જુના જમાનાની સ્ત્રી આ નવા અને ઝડપી યુગમાં છેક ઇસરોના વૈજ્ઞાનિક સુધી પહોંચે એ વિચારતા કરી મૂકે એવી ઘટના છે.ખરેખર રામબાઈ તમામ વિધવા,વાંઝણી,નાની નાની વાતમાં હારી બેસતા યુવાનો,વિદ્યાર્થીઓ... એમ કહું તો ચાલે કે સમગ્ર માનવજાત માટે પ્રેરણાસ્ત્રોત છે..શુ પ્રેમરૂપી અધ્યાત્મ છે રામબાઈનું.આજ પણ હામાપુરની એ ભૂમિમાં એ દિવ્ય-તેજોમય આત્માના તરંગોનો અહેસાસ થતો જ હશે.ખરેખર હવે ધાર્મિક કે પર્યટન સ્થાનો કરતા આવા સ્થળોને વિકસિત થશે તો લોકો એની મુલાકાત લેતા થશે પરિણામે ઘણાને જીવનબળ મળશે.

તમામ મિત્રો આ નવલકથા વાંચે એવી આશા સહ ફરી વખત વાર્તાકાર જીતેશભાઈ લેખનની દુનિયામાં અવ્વલ બને એવી શુભેચ્છાઓ સાથે...
Read
February 23, 2021
તમારી લખવા ની શૈલી ખૂબ સરસ છે, દરેક બારીક માં બારીક detail લખી ને તમે વાચક ને ખૂબ સહજતા થી નવલકથા માં જકડી રાખો છો. આખી બુક માં બે-ત્રણ પ્રસંગો એવા વાંચ્યા કે જેથી ગાળા માં ડૂમો ભરાઈ ગયો અને આખો માં ભીનાશ આવી ગઈ.
રામબાઈ ની સ્ટોરી કોઈ સામાન્ય નથી. દરેક સ્ત્રી માં રામબાઈ રહેલી છે.
રામબાઈ આપણે જીવતા સીખવે છે.
સાચો પ્રેમ કોને કહેવાય તેનો દાખલો બેસાડે છે.
જીવન કેવી રીતે જીવવું તે સમજાવે છે.
રામબાઈ ની ફિલોસોફી ખૂબ ઊચી છે, બધુ અંદર થી આવે છે, સુખ-દુખ.
શરીર ની ઉમર હોય પણ આત્મા હમેશા જુવાન રહેતો હોય છે, જે તમે રામબાઈ વાંચતાં – લખતા શીખી તેના ઉપર થી કહ્યું(હાલ ના જમણા માં માણસો જુવાન હોવા છતાં આત્મા થી વૃદ્ધ થઈ જે છે)
તમે જે ભાષા વાપરી છે તે ખુબજ સરળ છે અને તમારા શબ્દો માંથી ગામડા ની માટી ની સુગંધ આવે છે.
જીતેશભાઈ આ પુસ્તક વાંચ્યા બાદ બાકીના તમારા પુસ્તક વાંચવા નું મે નક્કી કર્યું છે.
હું , ધ્રુવદાદા નો ખુબજ મોટો fan છું, મે તેમની બધીજ બુક્સ વાંચેલી છે અને તમારી બધી બુક્સ વાંચવા નુ�� નક્કી કર્યું છે.
ધ રામબાઈ- બૂક માટે તમને લાખ લાખ વંદન, હું તમારા થી ઉમર માં મોટો છું પણ તમારા સાહિત્ય/ રચના ની સાપેક્ષ ખુબજ પામર જીવ છું. અમને આવીજ સાત્વિક રચના ભવિષ્ય માં આપતા રહો તેવો આગ્રહ રાખું છું.


4 reviews
January 30, 2023
નાની ઉંમરથી જીવનના દરેક પડાવે અથવા કહો કે દરેક પળે સંઘર્ષ કરતી છતાંય એનો ભાર રાખ્યા વિના સમય સાથે વહેતી રહી એવી એક અભણ સ્ત્રી જો ટકી રહી તો એનું કારણ એની સમજણ તો ખરી પરંતુ એનાથી પણ વધારે પતિ-પત્ની વચ્ચેનો ભરપૂર પ્રેમ.
અહા! રામબાઈ ❤️
ન ભણી શક્યાનો અફસોસ હતો એ મોટી ઉંમરે ભણીને ઉત્સવમાં ફેરવી નાંખ્યો. વિજ્ઞાનમાં વિશેષ રૂચિના કારણે 12વર્ષના જીતુની આંગળી પકડીને અમદાવાદ ઈસરો પહોંચી ત્યારે તો મનોમન નતમસ્તક થઈ જવાયું. 🙏પાછળથી ખબર પડી કે એ તો સફારી વાંચતા તેમાંથી ઈસરોનું સરનામુ શોધી ત્યાં પત્ર લખીને એક સાયન્ટિસ્ટ પાસેથી અનુમતિ લઈ ને બાર વર્ષના છોકરાને આકાશના તારોડિયા ટેલિસ્કોપથી બતાવવા પહોંચી ગયેલી. અહોભાગ્ય એ દીકરાનું કે આવી માસીમાના હાથમાં ઉછર્યો અને મોટો થયો. અને એ માનું પણ અહોભાગ્ય કે દીકરાએ પોતાની લાગણીઓને શબ્દોમાં ઢાળી #રામબાઈને અમર કરી દીધી.
હું વધારે કનેક્ટ એટલે થઇ શકી કારણ કે જન્મથી લઈને તેર વર્ષની ઉંમર સુધી સાવ નાના ગામડામાં વીજળી-પાણી, ટોઈલેટની અગવડતા વચ્ચે જીવી છું.
જો રામબાઈ અત્યારે હયાત હોત તો ચોક્કસ એને મળવા પહોંચી ગઈ હોત.
આ અઢી દિવસ વાંચતા-વાંચતા જાણે પળેપળ રામબાઈ સાથે જીવતી હોઉં એવુ લાગ્યું.
વાહ જીતેશભાઈ! ખૂબ ખૂબ અભિનંદન 🌷
Displaying 1 - 30 of 56 reviews

Can't find what you're looking for?

Get help and learn more about the design.