એક ક્ષણ રોકાઈ જા

એક ક્ષણ રોકાઈ જા, મારા માટે તું એક પરી છે.
કોઈ ગ્રહ ઉપર તો તુ પરીઓમાં પણ સર્વોપરી છે.

એક ક્ષણ રોકાઈ તો જવું, હું આ જ ગ્રહની વાસી છું.
પરીઓની સર્વોપરી હું નહીં, મારી દુનિયાની રાણી છું.

એક ક્ષણ રોકાઇ જા, તું સ્વર્ગનો અહેસાસ છે.
દરેક ક્ષણમાં એવૈકલ્પિક એવો તારો નિવાસ છે.

એક ક્ષણ રોકાઇ તો જવું, ખુશામતને માણું છું.
સાચા પ્રેમ માટે હું એક ઉત્તેજીત પરમાણું છું.

એક ક્ષણ રોકાઈ જા, ખુશામત તો ભ્રમ છે.
તારું તેજસ્વી અપાર આકર્ષણ અડીખમ છે.

એક ક્ષણ રોકાઈ તો જવું, તારી રાહ જોવા માટે.
એક ક્ષણ રોકાઈ ગઈ, તારા પ્રેમમાં ડુબવા માટે.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on September 19, 2021 16:18
No comments have been added yet.